ન્યુ દિલ્હી,તા.૩૧
આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું પીએમ મોદીએ કેવડિયા ડેમ ખાતે લોકાર્પમ કર્યું છે. જ્યારે જયપુરના મિનિએટર આર્ટિસ્ટ નવરત્ન પ્રજાપતિએ સરદાર પટેલની સૌથી નાની પ્રતિમા બનાવી છે.
પેન્સિલની અણી પર બનાવવામાં આવેલી સરદાર પટેલની આ મૂર્તિની ઊંચાઇ માત્ર ૧.૪ સેમી છે. આજે જ્યારે સરદારની સૌથી મોટી પ્રતિમાનું લોકાર્પણ થયું ત્યારે નવરત્નનો દાવો છે કે આ દુનિયાની સૌથી નાની સરદાર પટેલની મૂર્તિ છે. આ પહેલા નવરત્ન ૨૦૦૬માં નાનું લાલટેન પણ બનાવ્યું હતું જેમાં ત્રણ ટીપા કેરોસિન નાંખીએ તો તે લાલટેન ૧૫ સેકન્ડ ચાલુ રહતું હતું.
નવરત્ન પેન્સિલની અણી પર મહારાણા પ્રતાપ, ભીમરાવ આમ્બેડકર, ગણપતિ વગેરેની મૂર્તિઓ પણ બનાવી ચૂક્્યા છે. આ ઉપરાંત તેમણે ચણાની દાળ પર મોટરબાઇક પણ બનાવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




