અમદાવાદ,તા.૨૯
એચએલ કોલેજ રેગિંગ કેસમાં ઝડપાયેલા ત્રણ આરોપીના સેશન્સ કોર્ટમાં જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. કોર્ટે રેગિંગને ગંભીર ગુનો ગણાવતા ત્રણેય આરોપીઓના જામીન ફગાવ્યા હતા. આરોપીઓ દ્વારા ગઈકાલે જામીન માટે અરજી કરાઈ હતી જેમાં ત્રણે વતી એડવોકેટે એવી દલીલ કરી હતી કે, ફરિયાદીનો ઇતિહાસ જોવામાં આવે તો તે જ પ્રશ્ન ઉપજાવે તેમ છે. આ કેસમાં જામીન આપવા જોઇએ.
જો કે, સરકાર તરફે એવી દલીલ થઇ હતી કે, આરોપીઓનું કૃત્ય નિંદનીય છે ત્યારે જામીન ન આપવા જોઇએ. બન્ને પક્ષની સુનાવણી બાદ કોર્ટે ચુકાદો શનિવાર પર અનામત રાખ્યો હતો. જો કે સેશન્સ કોર્ટે આજે આ ત્રણેય આરોપીઓના કોલેજના એક વિદ્યાર્થીના રેગિંગ બદલ જામીન નામંજૂર કર્યા હતા.
કોલેજના વિદ્યાર્થી ગોપાલ મહિડાનું રેગિંગ કરવાના કેસમાં ઝડપાયેલા ક્ષિતિજ દેવશીભાઇ દેસાઇ, જય ઉર્ફે જયેશ મહાદેવભાઇ ભરવાડ, જગમલ ઉર્ફે અજમલ દેવશીભાઇ રબારી તરફે એડવોકેટ સંજય ઠક્કરે સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આ કેસમાં અમે નિર્દોષ છીએ અને ફરિયાદમાં દર્શાવેલ ગુનામાં સીધી કે આડકતરી સંડોવણી નથી, અમારો કોઇ જ ગુનાઇત ઇતિહાસ નથી જ્યારે ફરિયાદીનો ઇતિહાસ જોવામાં આવે તો તે પ્રશ્નો ઉપજાવે તેમ છે, ફરિયાદી સામે પણ ફરિયાદો થયેલી છે.
ફરિયાદીની સાચી ઉંમર ૨૬ વર્ષ છે જ્યારે આરોપીઓની ઉંમર નાની છે, ફરિયાદી સિનિયર છે, આખો કેસ ખોટી રીતે ઉભો કરવામાં આવ્યો છે, જે આક્ષેપો છે તે જુવેનાઇલ આરોપી સામે જ છે અમારી સામે કોઇ જ આવો આક્ષેપ નથી, કોર્ટ જામીન આપે તો શરતોનું પાલન કરવા તૈયાર છીએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





