કરોડો ના ખર્ચે રીનોવેશન કરાયેલા રાજપીપલાનું એસ.ટી.ડેપો ભિક્સુકો નું આશ્રયસ્થાન..!!

0
107

રાજપીપલા શહેર માં કેટલાય ભિક્ષુકો જોવા મળે છે ત્યારે તેમના માટે એક આશ્રયસ્થાન કોણ જરૂરી છે રાજપીપલા માં કેટલીયે સંસ્થાઓ અને સેવાભાવી વ્યક્તિઓ છે ત્યારે આવા રખડતા અને ભૂખે મરતા લોકો ની વહારે કોણ આવશે…?

રાજપીપલા શહેર એ વર્ષો થી ભિક્ષુકો માટેનું છેલ્લું સ્ટેશન તરીકે લોકોમાં પંકાયેલું છે ત્યારે અતિશય ઠંડી હોય કે વરસાદ હોય અસ્થિર મગજના અને અટવાયેલા ભિક્ષુકો વારંમવાર જોવા મળે છે જેમાં અગાઉ કેટલાક તો ભૂખના માર્યા અને બીમાર મોતને પણ ભેટ્યા છે ત્યારે આવા લોકો માટે રહેવા જમવા નું જો એક ચોક્કશ સ્થાન હોય તો સેવા ની સેવા અને લોકો ના જીવ પણ બચાવી શકાય તેમ છે .માટે સરકાર તો મોટી મોટી વાતો કરી વોટ બેન્ક ઉભી કરવા ભલભલા પોકળ વાયદાઓ કરતી હોય પરંતુ એક માનવતાની દ્રષ્ટિએ આવા લોકો માટે પહેલ કોણ કરશે ..? આમતો ઠેર ઠેર અનાથ આશ્રમો અને વૃદ્ધાશ્રમો છે પરંતુ જરૂરિયાતમંદ  લાચાર લોકો માટે કોઈ આશ્રયસ્થાન  હોવા જરૂરી જણાય છે .

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY