અંકલેશ્વર હાઇવે પર ડમ્પરે અડફેટે લેતા મોટરસાયકલ પર સવાર પિતા-પુત્રનું અકસ્માત

0
77

અંકલેશ્વર:
પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ સવારે અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના મહારાજા નગરમાં રહેતા હરેન્દ્રસિંહ વર્મા ધોરણ-૬ માં અભ્યાસ કરતા પુત્ર અનુરાગને ઇકરા સ્કૂલે થી નેશનલ હાઇવે નં. ૮ પરથી ઘર તરફ મોટર સાઇકલ નં- જીજે.૧૬.સીએ.૯૫૯૧ પર પરત ફરી રહ્યા હતા. તે અરસામાં એક ડમ્પર ગાડીનં.– જીજે.૦૫.બીવી.૭૬૯૮ ના ચાલકે તેમને અડફેટે લેતા પિતા-પુત્ર બંને રસ્તા પર ફંગોળાયા હતા. જોકે બંનેને પ્રાથમિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના પરિવારજનો, સ્કુલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ધસી આવ્યા હતા. વધુ સારવાર અર્થે પિતા-પુત્રને સુરત ખાતે ખસેડવામાં આવ્યા છે. જોકે ડમ્પરનો ચાલક સીટી પોલીસ સ્ટેશને રૂબરૂ હાજર થઇ ગયો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY