ભોપાલ,તા.૨૧
દેશમાં દિવસને દિવસે બળાત્કારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ભોપાલના અયોધ્યા નગરમાં ત્રણ વર્ષની માસૂમ બાળકી પર વાનના ક્લિનરે બળાત્કાર કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે શુક્રવારે આરોપી ક્લિનરને ઝડપી લીધો છે. આરોપીએ પોતાની ઉંમર ૧૭ વર્ષની હોવાનું જણાવ્યું છે જા કે પોલીસ આ મામલે આગળની તપાસ કરી રહી છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ ભોપાલમાં પ્રી-નર્સરી સ્કૂલમાં અભ્યાસ કરતી બાળકી પર ગુરુવારે બપોરે બે વાગ્યા આસપાસ અયોધ્યા નગર વિસ્તારમાં વાનના ક્લિનરે બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસ અધિકારી બલજીત સિંહના જણાવ્યા મુજબ બાળકી સ્કૂલેથી છૂટીને ઘરે જઈ રહી હતી ત્યારે વાનમાં હવસખોર ક્લિનરે તેને શિકાર બનાવી હતી. બાળકી ઘરે પહોંચી અને માતા બાળકીને નવડાવતી હતી ત્યારે તેણે ઘટનાનું વર્ણન કર્યું હતું.
૧૪ બેઠકો સાથેની વાનમાં આ ઘટના ઘટી હતી. બાળકી વાન દરરોજ સ્કૂલેથી લેવા મૂકવા આવતી હોવાનું પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
બાળકીના માતા-પિતાએ વાનના ક્લિનર વિરુદ્ધ ફરિયાદ કરી છે. પોલીસે ગુરુવારે રાત્રે આરોપી ક્લિનરને ઝડપીને આઈપીસી ૩૭૬ એબી તેમજ પોક્સો હેઠળ ગુનો નોંધ્યો હોવાનું જણાવ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



