વડાપ્રધાન દેશને રાફેલ ડીલની સાચી કિંમત કેમ નથી જણાવતા? : રાહુલ ગાંધી

0
32

અમેઠી,તા.૨૪
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસ માટે પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠી પહોંચ્યા છે. જ્યાંથી પણ રાહુલે રાફેલ ડીલ મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેઓએ કહ્યું કે વડાપ્રધાન મોદી રાફેલ ડીલની કિંમત દેશની પ્રજાને કેમ નથી જણાવતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે, “વડાપ્રધાને કહ્યું હતું કે તેઓ દેશના ચોકીદાર બનવા ઈચ્છે છે. દેશના ચોકીદાર ચોરી કરી ગયા. મોદીજી ફ્રાંસ જાય છે અને ત્યાં કહે છે કે અનિલ અંબાણીને કોન્ટ્રાક્ટ આપવાનો છે. દેશ સમજવા માંગે છે કે દેશના ચોકીદારે શું કર્યું?”
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, “ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદે નરેન્દ્ર મોદીને ચોર કહે છે. ત્યારે હવે મોદજીએ સ્પષ્ટતા કરવી જાઈએ કેમ તેઓ તેને ચોર કહે છે?”
રાહુલે વધુમાં કહ્યું કે, યુપીએ સરકારે ફ્રાંસથી ૧૨૬ જેટ વિમાનોની ડીલ કરી, જેમાં દરેક વિમાનની કિંમત ૫૨૬ કરોડ રૂપિયા નક્કી થઈ હતી.
રાફેલ વિવાદ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર ટ્‌વીટ કરીને પણ નિશાન સાધ્યું છે. રાહુલે ટિ્વટર એક વીડિયો શેર કરતાં મોદીને ચોરોના સરગણા (ઇન્ડિયાઝ કમાન્ડર ઈન થીફ) ગણાવ્યાં. બીજી બાજુ કોંગ્રેસ નેતાઓએ કેન્દ્રીય સર્તકતા આયોગને મળીને રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર મામલે સ્વતંત્ર તપાસની માગ કરી છે.
માનસરોવરની યાત્રા બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોમવારે પહેલી વખત અમેઠી પહોંચ્યા છે. આ વખતે રાહુલને શિવભક્ત તરીકે પ્રોજેક્ટ કરવાની તૈયારી કરવામાં આવી. બમ બમ ભોલેના નાદ સાથે રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું. રાહુલે અહીં અમેઠીના નિગોહા ગામમાં રાજીવ ગાંધી મહિલા વિકાસ પરિયોજનાના સભ્યો સાથે મુલાકાત કરી. રાહુલે ગાંધીએ અમેઠીમાં શિવમંદિરની પૂજા અર્ચના પણ કરી. આ દરમિયાન મોટી સંખ્યામાં કાંવડિયાઓ પણ હાજર રહ્યાં હતા.
રાહુલ મહિલા વિકાસ સેન્ટર પણ પહોંચ્યા જ્યાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી. મધ્યપ્રદેશની મુલાકાત વખતે પણ રાહુલ ગાંધીને શિવભક્ત તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. ભોપાલમાં અનેક જગ્યાએ શિવભક્ત રાહુલના નામે હો‹ડગ્સ લગાવાયાં હતા, જેમાં કૈલાશ માનસરોવરની યાત્રાનો ઉલ્લેખ હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY