વિંછિયા,તા.૨૪
થોડા દિવસ પહેલા જૂની અદાવતમાં વીંછિયામાં ઓફસેટના વેપારી પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. વેપારી ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો. વેપારી પર થયેલા ફાયરિંગ મામલે આજે વીંછિયાના નવા બસસ્ટેન્ડમાં રાજકીય નેતાઓનું સંમેલન યોજાયું હતું. જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ફાયરિંગ મામલે સરકારને રજૂઆત કરીશું અને જા ન્યાય માટે સત્તા છોડવાની જરૂર પડશે તો તે પણ છોડી દઇશું.
ફાયરિંગ મામલે યોજાયેલા સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંચ પર જાવા મળ્યા હતા. સંમેલનમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, પૂર્વ સંસદીય સચિવ શામજી ચૌહાણ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહેલ, ભાજપના પૂર્વ ધારાસભ્ય ભરતભાઇ બોઘરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર સહિતના મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો હાજર રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં એકત્રિત કોળી સમાજ દ્વારા મામલતદારને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પૂર્વ સંસદીય સચિવ શામજીભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાને લઇ સરકારની કામગીરી નિષ્ફળ સાબિત થિ રહી છે. આરોપીઓને પકડી પાડી સજા કરવી જાઇએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




