ન્યુ દિલ્હી,તા.૨૫
રાફેલ ડીલ મુદ્દે રાહુલ ગાંધી સતત ભાજપ અને વડાપ્રધાન મોદી પર હુમલો કરી રહ્યાં છે. રાફેલ ડીલમાં કૌભાંડ થયો હોવાના આરોપ લગાવી રાહુલ ગાંધી કેટલીયે વખત વડાપ્રધાન મોદીને ચોર કહી ચૂક્્યા છે. આજે રાહુલ ગાંધી પર પલટવાર કરતા કાનૂન પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીને બેશરમ કહીને હદ વટાવી દીધી છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે, ગાંધી પરિવાર કમિશન વિના જીવંત રહી શકતો નથી.
રવિશંકર પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધી બેશરમ છે. બિનજવાબદાર વર્તન કરે છે. આઝાદ ભારતમાં કોઈ પાર્ટીના અધ્યક્ષે વડાપ્રધાન માટે આવા શબ્દનો પ્રયોગ કર્યો નથી. વડાપ્રધાનનું વ્યક્તિત્વ દીપકની જેમ પ્રામાણિક છે.
રવિશંકર પ્રસાદે કહ્યું કે,રાહુલ ગાંધીની પરેશાની હું સમજી શકું છું. ફ્રાંસ્વાં ઓલાંદે પોતાનું નિવેદન પરત લઈ લીધું છે પરંતુ રાહુલ ગાંધી એમની સાથે કામ કરી રહ્યાં હતા. જ્યારે એમને(ઓલાંદને) લાગ્યું કે ફસાઈ જઈશું, એટલે નિવેદન પરત લઈ લીધું.
રવિશંકર પ્રસાદે કહ્યું કે, હું રાહુલ ગાંધીને ત્રણ સવાલ પૂછવા ઈચ્છું છું. પ્રથમ સવાલ છે કે જાન્યુઆરી ૨૦૧૨માં લગભગ આઠ દસ વર્ષની મહેનત બાદ તમે દસોલ્ટનો સૌથી ઓછી કિંમતનો પ્રસ્તાવ સ્વીકાર કર્યો. પરંતુ છ મહિના બાદ બદલી કેમ નાખ્યો ? એટલા માટે રાહુલ ગાંધીના પરિવારને કમિશન મળ્યું નહીં. રાહુલ ગાંધીનો પરિવાર કમિશન વગર રહી શકતો નથી.
રવિશંકર પ્રસાદે કહ્યું કે, આ ભંડારી મહાશય કોણ છે ? એમનો રોબર્ટ વાડ્રા સાથે સંબંધ શું છે ? ગાંધી પરિવાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા પ્રસાદે વધુમાં કહ્યું કે, બાત નીકલેગી તો બહુત દુર તલક જાયેગી. રાહુલ ગાંધીના પરિવારની નસે-નસમાં ભ્રષ્ટાચાર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



