એનઆરસી વિવાદ: રાહુલ ગાંધીએ શનિવારે કોંગ્રેસ વકિંગ કમિટીની બેઠક બોલાવી

0
36

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨
આસામમાં નેશનલ રજિસ્ટર ફોર સિટિજનના બીજા મુસદ્દામાં ૪૦ લાખ લોકોના નામ સામેલ નહીં કરવાના મામલે રાષ્ટ્રીય રાજકારણમાં દંગલબાજીનો માહોલ છે. રાજકીય હલચલ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે કોંગ્રેસ વ‹કગ કમિટીની બેઠક બોલાવી છે. પંદર દિવસની અંદર બીજી વખત કોંગ્રેસ વકિંગ કમિટીની બેઠકનું આયોજન થઈ રહ્યું છે. સીડબલ્યૂસીની બેઠકમાં દેશની આર્થિક સ્થિતિ અને હાલની રાજકીય પરિસ્થિતિ પર પણ ચર્ચાવિચારણા હાથ ધરાવાની છે. એનસીઆરના મામલે કોંગ્રેસ પાર્ટી મુશ્કેલીમાં છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાનું કહેવું છે કે ભાજપ જે પ્રકારે એનઆરસીનો ચૂંટણીના ફાયદા માટે ઉપયોગ કરી રહ્યું છે. તેનાથી કોંગ્રેસ પર દબાણ વધ્યું છે.
કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ ક્હયુ છે કે ટીએમસીના અધ્યક્ષ મમતા બેનર્જી સહીત અન્ય વિપક્ષી દળોના એનઆરસી મામલે આક્રમક વલણ અખત્યાર કરવામાં કોઈ મુશ્કેલી થશે નહીં. પરંતુ કોંગ્રેસની ચિંતાઓ નિશ્ચિતપણે વધશે. કારણ કે ભાજપ આને ધાર્મિક ધ્રુવીકરણ માટે ઉપયોગ કરશે. હવે કોંગ્રેસ એનસીઆરના અમલીકરણમાં ઉણપોને લોકો સુધી પહોંચાડવા ઈચ્છી રહી છે. તેવામાં કોંગ્રેસ સીડબલ્યૂસીમાં પ્રસ્તાવ પારીત કરવાની પ્રક્રિયાની ભૂલોને લોકો સુધી પહોંચાડશે. જેથી તેની રાજકીય અસરોને ઘટાડી શકાય. તેની સાથે જ દેશની આર્થિક સ્થિતિ પર પણ સીડબલ્યૂસીમાં ચર્ચાવિચારણાની સંભાવના છે.

(જી.એન.એસ)

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY