બેંગ્લુરુ,તા.૨
કન્નડ પત્રકાર ગૌરી લંકેશ હત્યાકાંડની તપાસ કરી રહેલી એસઆઈટીએ જણાવ્યું હતું કે, હત્યાના આરોપી પરશુરામ વાઘમારેને ગૌરી લંકેશના માથામાં ગોળી મારવા માટે ટ્રેનિંગ આપી હતી. આ ટ્રેનિંગ એવી જ હતી કે એમએમ કલબુર્ગીના માથામાં ગોળી મારી હતી.
વાઘમારેના ખુલાસાથી એક એવા વ્યક્તિ ઉપર શંકા થઇ રહી છે કે, જેણે બંને હત્યાકાંડના આરોપીઓને માથામાં ગોળી મારવાની ટ્રેનિંગ આપી હતી. ગૌરી લંકેશ હત્યાકાંડના પ્રારંભિક આરોપ-પત્રમાં આવાતનો ઉલ્લેખ છે કે લંકેશ અને કલબુર્ગીની હત્યામાં એક જ પ્રકારની ૭.૬૫ એમએમ દેસી તમંચાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કુલબુર્ગીને તેના ઘરની બહાર કોઇ અજાણ્યા વ્યક્તિએ એકદમ નજીકથી માથામાં ગોળી મારી હતી. ગૌરી લંકેશની હત્યા પણ આવી જ રીતે થઇ હતી. ૫ ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે ગૌરી લંકેશ પોતાની ઓફિસથી પરત આવ્યા બાદ પોતાનો ઘરનો દરવાજા ખોલી રહી હતી ત્યારે તેમની ચાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
એસઆઇટીએ લંકેશની હત્યામાં વાઘમારેને આરોપી ગણાવ્યો છે. જેણે હેલમેટ પહેરીને લંકેશ ઉપર ફાયરિંગ કર્યું હતું. તેનો એક સાથી ગણેશ મિસ્કિન થોડે દૂર બાઇક ઉપર વાઘમારેની રાહ જાતો હતો. એસઆઇટીની તપાસમાં જાણવા મળ્યું હતુંકે, વાઘમારેએ હુબલી નિવાસી મિસ્કિનની સાથે પિસ્તોલ ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી. આ ઉપરાંત અન્ય એક આરોપી રાજેશ બંગેરાનું નામ પણ હતું જે ટ્રેનિંગમાં સામેલ હતો. બંગેરા સરકારી કર્મચારી છે. તેની પાસે બે લાયસન્સ પિસ્તોલ છે.
(જી.એન.એસ)
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



