વડાપ્રધાન ‘મોદી’ ભ્રષ્ટ,રાજીનામું આપે : રાહુલ ગાંધી

0
22

ન્યુ દિલ્હી,તા.૧૧
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ડીલને લઈને એકવાર ફરીથી પીએમ મોદી પર તીખો હુમલો કર્યો છે. રાહુલે ગુરૂવારે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યુ કે, રાફેલ પર થયેલા નવા ખુલાસાથી એક વખત ફરીથી સ્પષ્ટ થયુ છે કે, વડાપ્રધાને ૩૦,૦૦૦ કરોડ રૂપિયા અનિલ અંબાણીની ખિસ્સામા નાખ્યા છે. રાહુલે ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણના ફ્રાન્સના પ્રવાસ પર પણ પ્રશ્ન ઉભા કર્યા છે. ફ્રાન્સની ઈન્વેસ્ટિગેશન વેબસાઈટ મીડિયા રિપોર્ટમાં છપાયેલ એક લેખના હવાલાથી કહ્યુ કે, હવે દસોના સીનિયર એગ્જિકિયુંટિવે પણ કહ્યુ છે કે, પીએમ મોદીના કહેવા પર રિલાયન્સને રાફેલ ડીલમાં સામેલ કરવામા આવી હતી. રાહુલ ગાંધીએ રાફેલ સોદાને લઈને કહ્યુ કે, હિન્દુસ્તાનનો વડાપ્રધાન જ ભષ્ટ છે.
રાહુલે કહ્યુ કે, આનાથી પહેલા રાફેલ પર ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિએ પણ કહ્યુ હતુ કે, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહ્યુ હતુ કે અનિલ અંબાણીને આનો કોન્ટ્રાક્ટ મળવો જાઈએ. હવે રાફેલના સીનિયર એગ્જિકિયુંટિવ રહેલ એક વ્યકિત એ કહ્યુ છે કે, હિન્દુસ્તાનના પીએમએ અનિલ અંબાણીને ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું કોમ્પેન્સેશન આપ્યું છે. રાહુલે કહ્યુ, સાંભળ્યું છે કે, નિર્મલા સીતારમન જી ફ્રાન્સ ગયા છે. એવી તો કઈ ઈમરજન્સી છે કે, તેઓ ફ્રાન્સ ગઈ છે અને દસોની ફ્રેકટરીમાં જવું છે.
રાહુલે પીએમ પર ડાયરેક્ટ એટેક કરતાં કહ્યુ કે, અનિલ અંબાણી પર ૪૫,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું છે. તેથી દસ દિવસ પહેલા કંપની ખોલી અને જનતાના ૩૦,૦૦૦ કરોડ રૂપિયા અનિલ અંબાણીના ખિસ્સામાં નાંખી દીધા. આ રાફેલના બીજા સૌથી મોટા અધિકારીએ આ વાત કરી છે. આનાથી સ્પષ્ટ કરપ્શનનો કેસ થઈ જ ના શખે. આખા હિન્દુસ્તાનને ખબર છે કે, મોદી જીએ જનતાના ૩૦,૦૦૦ કરોડ રૂપિયા અનિલ અંબાણીના ખિસ્સામા નાંખી દીધા છે.
રાહુલે કહ્યુ કે, ભારતના રક્ષા મંત્રી ફ્રાન્સ જઈ રહ્યા છે. આનાથી સ્પષ્ટ સંકેત શું હોઈ શકે છે. અંતે ફાન્સમાં એવું તો કિયું જરૂરી કામ આવી ગયું છે. તેઓ ત્યાં દસોની કંપનીમાં પણ જશે. દસોને એક વાત ખબર છે કે, તેને એક બિગ કોન્ટ્રક્ટ મળ્યો છે. તેથી તેને તેવું જ કહેવુ છે, જે ભારતની સરકાર ઈચ્છશે. જાકે, તેના આંતરિક દસ્તાવેજમાં તે વાત સામે આવી છે કે, પીએમે અનિલ અંબાણીને કોન્ટ્રાક્ટ આપવાની વાત કરી છે. હજુ અન્ય કોન્ટ્રાક્ટ પરની સાચા તથ્ય સામે આવશે.
એરસેલ મેકિસસ ડીલમાં ઘેરાયેલ કાર્તિ ચિદમ્બરમના ઠેકાણાઓ પર રેડને લઈને રાહુલે કહ્યું, તેઓ તમારા પર દબાણ બનાવવાની કોશિષ કરશે, પરંતુ અમારા પ્રશ્નોના જવાબ આપશે નહી. પીએમ મોદીએ કહ્યું હતુ કે, તેઓ દેશના ચોકીદાર બનશે. નંબર બે એગ્જિકિયુંટિવનું કહેવું છે કે, ડીલ માટે રિલાયન્સને જાડવું પડ્યું. તેઓ દેશના નહી પર અનિલ અંબાણીના ચોકીદાર છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY