શેરબજારમાં કડાકો : સેન્સેક્સ ૭૬૦ અંક લથડ્યો,રોકાણકારોએ ૪ લાખ કરોડ ગુમાવ્યા

0
17

મુંબઈ,તા.૧૧
વૈશ્વિક રાહે મ્જીઈ સેન્સેક્સ ગુરુવારે ૭૬૦ પોઈન્ટ્‌સ ઘટીને બંધ રહ્યો હતો. સવારે ઈન્ટ્રા ડેમાં અમેરિકન ડોલર સામે રૂપિયો ૭૪.૪૮ના નવા તળિયાને સ્પર્શતા શેરબજારમાં ગભરાટભરી વેચવાલી શરૂ થઈ હતી અને એક તબક્કે ઈન્ટ્રા ડેમાં સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ્‌સથી વધુ તૂટી ગયો હતો અને રોકાણકારોના ૪ લાખ કરોડનું ધોવાણ થઈ ગયું હતું.
વૈશ્વિક વૃદ્ધિદર અંગેની ચિંતાઓ તેમજ અમેરિકામાં વ્યાજદરમાં વધારાના ભયે શેરબજારમાં ઓલરાઉન્ડ વેચવાલી જાવા મળી હતી ના વડાં લેગાર્ડની શેર્સના વેલ્યૂએશન ખુબ જ ઊંચા હોવાની ટિપ્પણી બાદ બુધવારે અમેરિકાના શેરબજારો તૂટ્યા હતા અને તેની અસર એશિયાના અન્ય બજારોમાં પણ જાવા મળી હતી.
દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં ૩૪,૩૨૫.૧૮ અને નીચામાં ૩૩,૭૨૩.૫૩ પોઈન્ટ્‌સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૭૫૯.૭૪ (૨.૧૯ ટકા)પોઈન્ટ્‌સના કડાકા સાથે ૩૪,૦૦૧.૧૫ પોઈન્ટ્‌સની સપાટીએ બંધ રહ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૦,૩૩૫.૯૫ અને નીચામાં ૧૦,૧૩૮.૬૦ પોઈન્ટ્‌સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૨૨૫.૪૫ (૨.૧૬ ટકા)પોઈન્ટ્‌સના ઘટાડા સાથે ૧૦૨૩૪.૬૫ પોઈન્ટ્‌સની સપાટીએ બંધ રહ્યો હતો.
પ્રારંભિક ટ્રેડમાં સેન્સેક્સના ૩૧માંથી ૩૦ શેરમાં વેચવાલી જાવા મળી હતી, જ્યારે માત્ર એક જ શેરમાં મજબૂતાઇ જાવાઇ હતી. નિફ્ટીમાં ૫૦માંથી ૪૬ શેર તૂટી ગયા હતા અને ચાર જ શેરમાં લેવાલી જાવાઇ હતી. એકિસસ બેન્કનો શેર ૪.૯૧ ટકા, વેદાન્તા ૪.૧૫ ટકા, એસબીઆઇ ૪.૦૫ ટકા, ટાટા સ્ટીલ ૩.૬૩ ટકા, રિલાયન્સ ૩.૧૩ ટકા તૂટ્યો હતો. જ્યારે નિફ્ટી પર ઈન્ડિયા બુલ હાઉસિંગ ફાઇનાન્સના શેરમાં ૭.૯૪ ટકા, બજાજ ફાઇનાન્સ ૬.૮૨ ટકા, બજાજ ફાઇનાન્શિયલ સર્વિસીઝ ૫.૭૧ ટકા, એકિસસ બેન્ક ૪.૯૦ ટકા અને આઇશર મોટરના શેરમાં ૪.૮૦ ટકાનો કડાકો બોલી ગયો હતો.
વૈશ્વિક બજારો પણ મોટા પાયે તૂટ્યાં હતાં. અમેરિકાના ડાઉ જાન્સમાં આઠ મહિનાનો સૌથી મોટો એટલે કે ૮૩૨ પોઇન્ટનો કડાકો બોલાઇ ગયો હતો. નાસ્ડેક પણ ૩૧૬ પોઇન્ટ તૂટ્યો હતો. એશિયાઇ બજારમાં એસજીએક્સ નિફ્ટી ૨૩૮ પોઇન્ટ, જાપાનનો નિક્કી ૮૧૮ પોઇન્ટ, હેંગસેંગ ૮૩૮ પોઇન્ટ તૂટ્યા હતા.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) દ્વારા મૂડી પાછી ખેંચવાથી ભારતીય શેરબજાર પર દબાણ આવ્યું છે. સપ્ટેમ્બરમાં ૧૦ હજાર ૮૨૪ કરોડ રૂપિયાના શેર વેચ્યા પછી વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ઓક્ટોબર મહિનામાં ફક્ત સાત ટ્રેડિંગ સેશનમાં ૧૪ હજાર ૯૭ કરોડ રૂપિયા બજારમાંથી ઉપડી લેવામાં આવ્યા છે. આ પણ એક મોટું કારણ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY