નર્મદા કેનાલમાં હાથ-પગ ધોવા જતાં કિશોર ડૂબ્યો,શોધખોળ ચાલુ

0
21

વડોદરા,તા.૧૧
વડોદરા શહેરના હરણી ડી.પી.એસ. સ્કૂલ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં આજે એક કિશોર ડૂબી જતા તણાઇ ગયો હતો. ફાયર બ્રિગેડને જાણ થતાં તુરંત જ લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા. ફાયરબ્રિગેડની શોધખોળ દરમિયાન હજુ કેનાલમાં લાપતા થયેલો કિશોર મળી આવ્યો નથી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરની ગોલ્ડન ચોકડી પાસે રહેતો અલ્પેશ ભગાભાઇ પરમાર (ઉં.વ.૧૬) હરણી-મોટનાથ રોડ ઉપરથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જતા તણાઇ ગયો હતો. અલ્પેશ કેનાલમાં હાથ-પગ ધોવા માટે ઉતરતા તે તણાયો હતો. સ્થાનિક લોકો દ્વારા તેણે બચાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ બચાવી શક્્યા ન હતા. અને તે વહેતા પાણીમાં દૂર ખેંચાઇ ગયો હતો.
દરમિયાન આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા તુરંત જ ફાયર ઓફિસર ઓમ જાડેજા ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. અને કેનાલના વહેતા પાણીમાં લાપતા થયેલા કિશોરને શોધવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર ઓફિસરે જણાવ્યું કે, નર્મદા કેનાલમાં ડૂબેલા કિશોરની શોધખોળ ચાલી રહી છે. પરંતુ લાપતા અલ્પેશનો પત્તો મળ્યો નથી. સાંજે ૭ વાગ્યા સુધી તપાસ ચાલુ રહેશે. તેમણે જણાવ્યું કે, આ બનાવની અંગેની જાણ હરણી પોલીસને કરી દેવામાં આવી છે. પોલીસ ટીમ પણ સ્થળ પર આવી પહોંચી છે. આ સાથે તેના પરિવારજનો પણ સ્થળ પર આવી પહોંચ્યા છે. કેનાલમાં લાપતા થયેલ અલ્પેશ મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY