ન્યુ દિલ્હી,તા.૨૦
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા કરેલા ભાષણ પર ભાજપના નેતાઓએ કટાક્ષ કરતા કોંગ્રેસ મેદાનમાં આવી છે. કોંગ્રેસે આ અંગે ધારદાર જવાબ આપી ભાજપના ગાલ પર તમાચો માર્યો છે.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટ્વિટ કરી કહ્યુ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા જનતાની વેદના રજૂ કરતા અને ભાજપનો કાળો કારોબાર ખોલવા બદલ ખોખલી મોદી સરકારમાં ભૂકંપ આવી ગયો. તેમણે લખ્યું કે મોદી અને સેંકડો સાંસદ મળીને પણ રાહુલ ગાંધી દ્વારા ઉઠાવેલા જનતાના અવાજને દબાવી શકે નહીં.
ઉલ્લેખનીય છે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર સંસદમાં હોબાળો થયો છે. રાહુલ ગાંધીના વક્તવ્ય પહેલા ભાજપના નેતાએ તેમની મજાક ઉડાવી હતી. કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે ટ્વિટ કરી તેમની મજાક ઉડાવી છે તો હવે ભાજપ સાંસદ અને અભિનેતામાંથી રાજકારણી બનેલા પરેશ રાવલે પર રાહુલના ભાષણ પર મજાક ઉડાવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





