મુંબઈ,તા.૩૧
નીત નવા પ્રયોગો કરવા માટે પંકાયેલા અને બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે પંકાતા આમિર ખાને તાજેતરમાં પોતાની જન્મજાત પ્રતિભાનો એક નવો પુરાવો આપ્યો હતો.
એક ગેટ ટુ ગેધરમાં એનો પરિચય એક એવી વ્યકિત સાથે કરાવાયો હતો જેનો બુદ્ધિઆંક (આઇકિયું ) ખૂબ ઊંચો હોવાનું પુરવાર થઇ ચુકવ્યું છે. આમિરે એ વ્યકિતને ખરાબ ન લાગે એ રીતે પોતાની સાથે ચેસ રમવાની આૅફર કરી. પેલાએ એને ચેલેંજ ગણીને સ્વીકારી લીધી. બંને ચેસ રમવા બેઠા ત્યારે આમિરે પોતાના કરતાં અનેકગણો ઊંચો બુદ્ધિઆંક ધરાવતા એ માણસને ચેસમાં પરાજિત કરીને હાજર રહેલા સૌને ચકિત કરી દીધા હતા.
બહુ ઓછા લોકો જાણે છે કે ચેસના વિશ્વવિજેતા ગણાતા વિશ્વનાથ આનંદ સાથે પણ આમિર માત્ર શાખ ખાતર ચેસ રમી ચુકવ્યું છે. એની એક આગામી ફિલ્મમાં પણ એ ચેસ રમતો હોય એવાં દ્રશ્યો લેવાયાં છે. જા કે આમિરે ચેસ રમતાં શીખી લીધા પછી આવા પ્રયોગો કર્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





