રાહુલ ગાંધીએ જય શાહનું નામ લેતા જ સંસદમાં હંગામો

0
10

ન્યુ દિલ્હી,તા.૨૦
લોકસભામાં શુક્રવારે મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષના પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ અંગે ચર્ચા કરી હતી. તેણે લોકસભામાં ભાષણ આપ્યું હતું. જેમાં નોટબંધી, જીએસટીથી માંડીને અમિત શાહના પુત્ર જય શાહ અને રાફેલ પ્લેનની ખરીદીના મુદ્દે મોદી સરકારની આકરી ઝાટકણી કાઢી હતી.
જાકે, આ દરમિયાન જય શાહના મુદ્દે લોકસભમાં ભારે હંગામો થયો હતો. રાહુલ ગાંધીએ જેવું જય શાહનું નામ લીધું તે સાથે જ ભાજપના સાંસદો ઊભા થઈ ગયા હતા અને હોબાળો મચાવી દીધો હતો.
રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે મોદીજીએ કહ્યુ હતું કે તેઓ વડાપ્રધાન નથી પરંતુ દેશના ચોકીદાર છે. પરંતુ જ્યારે અમિત શાહના પુત્ર જય શાહની આવકમાં ૧૬,૦૦૦ ઘણો વધારો થયો ત્યારે મોદી મૌન રહ્યા હતા. રાહુલે જય શાહનું નામ લેતાની સાથે જ હંગામો થઈ ગયો હતો. ભાજપે તેનો ભારે વિરોધ કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY