ઈન્દોર,તા.૨૯
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે મહાકાલના દર્શન કરીને ઉજ્જેન પહોંચ્યા હતા. રાહુલે અહી સફેદ ધોતી પહેરી, મસ્તક પર ત્રિપુંડ અને તિલક લગાવ્યો છે અને આખા વિધિ-વિધાનથી મહાકાલેશ્વરની પૂજા કરી. મધ્ય પ્રદેશની ચૂંટણી પ્રચારમાં ઉતરેલી બીજેપીએ રાહુલ ગાંધીના આ પરંપારિક હિન્દુ વેશભૂષા પર પ્રશ્ન ઉઠાવ્યો. રાહુલની હિન્દુ ઓળખને લઈને બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રશ્ન ઉઠાવ્યા છે.
ઈન્દોરમાં એક પ્રેસ કોન્ફ્રન્સમાં સંબિત પાત્રાએ પૂછ્યું, ઉજ્જૈન જઈ રહેલ રાહુલ ગાંધીજીથી અમે પૂછવા માંગીએ છીએ કે, તમે જનોઈધારી છો? તમે કેવા જનોઈધારી છો, તમારો ગોત્ર શું છે?
આ દરમિયાન સંબિત પાત્રાએ કોંગ્રેસ નેતા શશિ થરૂર પર પણ હુમલો બોલ્યો હતો. પાત્રાએ કહ્યું, કોંગ્રેસ ભગવાન મહાદેવ વિશે ખરાબ વાતો કરી રહી છે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને શશિ થરૂરને તરત પાર્ટીના બધા જ પદો પરથી હટાવી દેવા જાઈએ.
જણાવી દઈએ કે, પાછલા વર્ષે ગુજરાત ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી જ્યારે મંદિરોમાં માથુ ટેકવી રહ્યાં હતા તે વખતે પણ બીજેપીએ તેમની ટીકા કરી હતી. ત્યારે રાહુલે બીજેપીને જવાબ આપતા કહ્યું હતુ કે, “હું શિવભક્ત છું, સત્યતામાં વિશ્વાસ રાખું છું, બીજેપી ગમે તે બોલે પરંતુ મને મારી સત્યતા પર વિશ્વાસ છે.”
સંબિત પાત્રાએ રવિવારે કહ્યું કે, ૭૦ વર્ષોથી કોંગ્રેસ સેકુલરિઝમના નામ પર રાજનીતિ કરતી આવી છે, આ લોકો હિન્દુઓને સેકેન્ડ ક્લાસ નાગરિક માને છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




