ટૂંક સમયમાં મોબાઈલ નંબર પોર્ટબીલીટી બંધ થાય તેવી શક્યતા

0
46

ન્યુ દિલ્હી,તા.૨૪
જે લોકો આગામી વર્ષે માર્ચ પછી તેમના મોબાઇલ નંબરને પોર્ટ કરવાનું વિચારે છે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. હાલ મોબાઇલ નંબર પોર્ટેબીલીટી હવે સરળતાથી કરી શકાય છે. જે કંપનીઓ પોર્ટેબીલીટીની સેવા પૂરી પાડે છે તે ભારે MNP ઇન્ટરકનેક્શન ટેલિકોમ સોલ્યુશન્સ અને સિનિવર્સ ટેક્નોલોજીમાં ૮૦% જેટલો ઘટાડો થયો છે. એવું જણાવ્યું હતું કે દૂરસંચાર વિભાગે જાન્યુઆરી થી ફી વપરાતા નવા નિયંત્રણો દૂર કરી કંપનીઓ અને તેમની સેવા બંધ થઈ શકે છે. માર્ચ ૨૦૧૯માં આ બે કંપનીઓનો લાઈસન્સનો અંત આવી રહ્યો છે.
જા આ કંપનીઓ અકબંધ રહે તો, બિલિંગના મુદ્દાઓ પર અથવા ટેરિફને લગતી સમસ્યાઓથી હેરાન થતા ગ્રાહક તેમના સર્વિસ પ્રોવાઇડર્સે આપેલા જૂના નંબરને જાળવી રાખવા માંગે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સના એક અધિકારીએ જણાવ્યું હતું કે જા આ મુદ્દો ઉકેલાશે નહીં, તો પછી આ કાર્ય માટે કોઈપણ કંપનીઓને લાઇસન્સ આપી શકાય નહીં. તાજેતરના સમયમાં, પોર્ટેબિલિટીની માંગ ૩ ગણી વધી ગઈ છે. આ વધારો રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને રિલાયન્સ જિયો ઇન્ફોકામના આવવાના પરિણામે થયું છે.
પણ તાજેતરના દિવસોમાં ટાટા ટેલિસર્વિસમાં, એરસેલ ગ્રાહકો, ટેલિનોર ઈંડિયાએ પણ તેની સેવા બંધ કરી દિધી હતી. જ્યારે એરટેલ, વોડાફોન ઇÂન્ડયા અને આઇડિયા સેલ્યુલરના ટેરિફ સસ્તા થયા છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના નંબરને પોર્ટ કરાવા ઈચ્છે છે. પહેલાં MNP ઈન્ટરકનેક્શને દક્ષિણ અને પૂર્વ ભારતમાં તેની સેવાઓનું લાયસન્સ સરેંડર કર્યું છે. જ્યારે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં સિનિવર્સ ટેક્નોલોજી વિભાગે જણાવ્યું હતું કે આ સેવા આપવાથી ભારે નાણાકીય ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. આવું ત્યારથી શરૂ થયું જ્યારે ભારત ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઈ) એ આ સેવાના ભાવ રૂ. ૧૯થી ઘટાડીને રૂ ૪. કર્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY