રેલવે પોલીસને મંગળસૂત્ર શોધતા દારૂની બોટલો મળી, ૫ મહિલાની ધરપકડ

0
116

સુરત,
તા.૨૩/૦૩/૨૦૧૮

બૂટલેગર મારફતે સુરતમાં દારૂ ધૂસાડવામાં આવતો હોવાનો આક્ષેપ

બ્રાન્દ્રાથી ભૂજ વચ્ચે દોડતી ગાંધીધામ એક્સપ્રેસમાં ગુરુવારના રોજ રાત્રે બૂટલેગર મહિલાઓના ત્રાસથી મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. ટ્રેન જેવી સ્ટેશન પર પહોંચી કે કેટલાંક પેસન્જરોએ મહિલાઓને ઉતારી હતી. ઉપરાંત પોલીસ પર પણ હુમલો કર્યો હતો. મહિલાઓ ટ્રેનમાં દારૂની ખેપ મારતી હતી. જેમનો ઝઘડો કેટલાંક પેસન્જર સાથે થયો હતો. ત્યારબાદ હોબાળો મચી ગયો હતો.

મુસાફરોના જણાવ્યાનુસાર, બ્રાન્દ્રાથી ભૂજ વચ્ચે દોડતી ગાંધીધામ એક્સપ્રેસમાં મહિલા બૂટલેગરોના ત્રાસથી મુસાફરો પરેશાન થઈ ગયા હતા. બે મહિલા બૂટલેગરોને યાત્રીઓએ સુરત રેલ્વે સ્ટેશન પર ઉતારી દીધી હતી. આ મહિલા બૂટલેગરોની ૧૨ મહિલાની ટીમ હતી. જેમાં બે બૂટલેગરોના જેકેટમાં દારૂનો જથ્થો હતો. જેથી તેને સુરત રેલવે સ્ટેશન પર ઉતારી દેવામાં આવી હતી. જેથી હોબાળો મચી ગયો હતો. અને ટ્રેન અડધો કલાક મોડી રવાના કરવામાં આવી હતી.
બ્રાન્દ્રાથી ભૂજ વચ્ચે દોડતી ગાંધીધામ એક્સપ્રેસ મુસાફરો અને આરપીએફના પેટ્રોલિંગ જવાનો વચ્ચે વલસાડથી માથાકૂટ શરૂ થઈ હતી. આરપીએફ જવાનના નેમ પ્લેટ મુસાફરો પાસેથી મળી આવ્યા હતા. મુસાફરો અને પાસ ધારકોએ બૂટલેગર મારફતે સુરતમાં દારૂ ધૂસાડવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

મુસાફરોએ બે મહિલા બૂટલેગરને સુરત રેલવે સ્ટેશન પર ઉતારી દીધી હતી. જેથી હોબાળો મચી ગયો હતો. અને મુસાફરોએ દારૂ નાખી પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. અડધો કલાક ચાલેલી માથાકૂટ બાદ ટ્રોન રવાના કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY