રેલવે દ્વારા યાત્રીઓને વધુને વધુ સુવિધા આપવા પર કામ ચાલી રહ્યુ છે. રેલવે યાત્રીઓને જાળવી રાખવા માટે જુદી જુદી સુવિધા વિકસિત કરવામાં આવી રહી છે. જા તમે પણ સામાન્ય રીતે ટ્રેનથી મુસાફરી કરી રહ્યા છો તો રેલવે આપને ટુંક સમયમાં વધુ સારી સુવિધા આપી શકે છે. આઇઆરસીટીસીની તરફથી આપવામાં આવતી સુવિધા હેઠળ નવી સુવિધામાં હવે આઇઆરસીટીસીના રેલ કનેક્ટ એપ અથવા તો વેબસાઇટથી ટિકિટ બુક કરાવવા માટે આપને અન્ય કોઇ થર્ડ પાર્ટી વેન્ડરથી ડિજિટલ વોલેટની જરૂર પડશે નહી. આપને કહી દઇએ કે રેલવેની તરફથી પ્રવાસીઓને વધુ સુવિધા આપવા માટે નવી નવી સુવિધા વિકસિત કરવામાં આવી રહી છે. થોડાક દિવસો પહેલા જ રેલવે દ્વારા રેલવે મદદ અને મેન્યુ ઓન રેલ એપની સુવિધા વિકસિત કરવામાં આવી રહી છે. જાણકાર લોકો અને તમામ બાબતો પર નજર રાખી રહેલા લોકોનુ કહેવુ છે કે નવી સુવિધા હેઠળ રેલવે પોતે પોતાનુ પેમેન્ટ એગ્રીગેટર લાવવાની તૈયારીમાં છે. ત્યારબાદ ટિકિટ બુક કરાવવા માટે બેંક કાર્ડ અથવા તો કેશ વોલેટની પણ જરૂર પડશે નહી. આ પેમેન્ટ એગ્રીગેટરનુ નામ આઇઆરસીટીસી ાઇપે રાખવામાં આવનાર છે. હાલમાં જ રેલવે દ્વારા અને આઇઆરસીટીસી તરફથી આ સંબંધમાં Âટ્વટર પર માહિતી આપવામાં આવી હતી. આ એગ્રીગેટર એપની શરૂઆત થયા બાદ ઓનલાઇન ફ્રોડની ઘટનામાં ઘટાડો થઇ શકે છે. એમ પણ કહેવામાં આવ્યુ છે કે આઇઆરસીટીસીની તરફથી કહી દેવામાં આવ્યુ છે કે પેમેન્ટ એગ્રીગેટર આઇઆરસીટીસી-આઇપેની સુવિધા આઇઆરસીટીસીની સત્તાવાર વેબસાઇટ પર આ વર્ષે ઓગષ્ટથી મળવાની શરૂઆત થઇ જશે. પેમેન્ટ એગ્રીગેટર એપમાં કેટલાક પેમેન્ટ ઓપ્શન રહેશે. જેમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઇન્ટરનેશનલ કાર્ડ, ઓટો ડેબિટ, યુપીઆઇ, વોલેટ જેવા વિકલ્પનો સમાવેશ થાય છે. Âટ્વટના માધ્યમથી જાણકારી આપવામાં આવી છે કે પેમેન્ટ એગ્રીગેટર માટે આઇઆરસીટીસીને પીસીઆઇ ડીએસએસ (પેમેન્ટ કાર્ડ ઇન્ડસ્ટ્રીઝ ડાટા સિક્યુરિટી સ્ટાન્ડર્ડ)થી સિક્યુરિટી સર્ટિફિકેટ મળી ગયુ છે. પેમેન્ટ પ્લેટફોર્મના સંબંધમાં વધુ માહિતી મોડેથી આપવામાં આવનાર છે. આ ઉપરાંત આઇઆરસીટીસીની તરફથી આઇઆરસીટીસી એસબીઆઇ કાર્ડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આના માધ્યમથી એસી૧, એસી ૧૧, અને ચેર કારનુ બુકિંગ કરાવવાની સ્થિતિમા ૧૦ ટકા સુધી વેલ્યુ બેક આપવામાં આવે છે. સાથે સાથે આ કાર્ડથી ટિકિટ કરાવવાની સ્થિતિમા દરેક ત્રન્ઝેક્શન્ પર લાગનાર ૧.૮ ટકા ટેક્સને પણ બચાવી શકાય છે. એસબીઆઇ પ્લેટિનમ ડેબિટ કાર્ડ મારફતે બિન ફ્યુઅલ ખરીદારી પર રિવોર્ડ પોઇન્ટ પણ હાંસલ કરી શકાય છે. રેલવેની આ રિવોર્ડ પોઇન્ટનો ઉપયોગ કરીને આઇઆરસીટીસી પર ટિકિટ બુક કરાવવામાં લાભ થશે. છેલ્લા કેટલાક સમયથી રેલવેને લો કોસ્ટ એરલાઇન્સી આકર્ષક યોજનાઓનો સામનો કરવાનીફરજ પડી રહી છે. આ યોજનાના કારણે રેલવેના મોટી સંખ્યામાં પ્રવાસી લો કોસ્ટ એરલાઇન્સ તરફ ખેંચાઇ ગયાછે. આવી સ્થિતિમા રેલવે દ્વારા પણ સ્પીડ સાથે યાત્રા કરાવવાની યોજના પહેલાથી જ તૈયાર કરવામાં આવી રહી છે. યાત્રીઓને લેટ થવાની બાબતથી પરેશાની ન થાય તે માટે પણ તૈયારી ચાલી રહી છે. જેના ભાગરૂપે ટ્રેન લેટ થવાની સ્થિતિમા યાત્રીઓને ફ્રી ભોજનની વ્યવસ્થા કરવામાં આવનાર છે. રેલવેમાં યાત્રીઓને વધુમાં વધુ સુવિધા મળે તે દિશામાં ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. પરિવહનના અન્ય વિકલ્પો પણ વધી રહ્યા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




