યુરોપ સાથે સંબંધ સુધર્યા

0
19

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં p પાંચ નોર્ડિક દેશોસ્વીડન, નોર્વે, ફિનલેન્ડ અને આઇસલેન્ડના કાર્યક્રમમાં હાજરી આપીને આવ્યા છે. જેનુ સહ નેતૃત્વ ભારત અને સ્વીડન દ્વારા કરવામાં આવ્યુ હતુ. પાંચ નોર્ડિક દેશ એક સાથે કોઇ અન્ય દેશની સાથે એક સાથે બેસીને આ રીતે વાત કરે તો આ બાબત તે પહેલા માત્ર એક વખત બની છે. જ્યારે બરાક ઓબામાના શાસનકાળમાં અમેરિકાની સાથે બેસીને એક આ પ્રકારના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમના બીજા આવા કાર્યક્રમનુ આયોજન ભારતની સાથે થયુ હતુ. જેની વિશેષતા એ રહી હતી કે તેમાં રાષ્ટ્ર પ્રમુખના બદલે શાસન પ્રમુખ સામેલ થયા હતા. કઠોર નિર્ણય કરી શકાય તે હેતુથી આનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. કઠોર નિર્ણયના હેતુથી જ તેમાં રાષ્ટ્ર પ્રમુખોના બદલે શાસન પ્રમુખ સામેલ થયા હતા. દરેક દેશના શાસનાધ્યક્ષની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્ધિપક્ષીય મંત્રણા પણ કરી હતી. પરંતુ સામુહિક સહકાર મારફતે સંભાવના પર બનેલી સહમતી આ દેશના આયોજનની મુખ્ય વિશેષતા રહી છે. યાદ કરે તો જાણી શકાય છે કે સ્વીડનના વડાપ્રધાન ઓલોફ પાલ્મેના સમય જ્યારે ભારત અને સ્વીડન વચ્ચે સંબંધ મજબુત બન્યા હતા ત્યારે બોફોર્સ તોપસોદાબાજી કરવામાં આવી હતી. આ વિવાદના કારણે બન્ને દેશોના સંબંધમાં તંગદીલી ઉભી થઇ હતી. ૩૦ વર્ષના લાંબા ગાળા બાદ કોઇ ભારતીય વડાપ્રધાનની આ યાત્રાથી બન્ને દેશોના સંબંધમાં ફરી એકવાર વિશ્વાસનો માહોલ છે. આવો જ મામલો ડેનમાર્કની સાથે છે. પુરુલિયામાં વિમાન મારફતે હથિયારો ઉતારવા સાથે સંબંધિત બનાવથી બન્ને દેશો વચ્ચે સંબંધ ખરાબ થયા હતા. આ બેઠક આ બાબતના સંકેત તરીકે છે કે ભારત અને તમામ નોર્ડિક દેશોએ વિતેલી વાતને ભુલી જઇને આગળ વધવા માટે ઇચ્છા વ્યક્ત કરી છે. ભવિષ્યના મૈત્રીપૂર્ણ સંબંધ માટે આ તમામ દેશો સાથે આવી ગયા છે. તેમની વચ્ચે મિત્રતા હવે વિશ્વાસ પર આધારિત થઇ ગઇ છે. આ દેશો ક્ષેત્રફળ અને વસ્તીની દ્રષ્ટિએ વધારે તાકતવર દેશ તરીકે રહ્યા નથી. વિશ્વની શÂક્તશાળી અર્થવ્યવસ્થામાં પણ તેમની ગણતરી થતી નથી. પરંતુ તેના વિશ્વાસ મોડલને સમગ્ર દુનિયા માટે પ્રેરણા સમાન ગણવામાં આવે છે. આ દેશોના ઉંચા જીવનધોરણની નોંધ દુનિયાના દેશો લેતા હોય છે. તેમની સરકારોની જન કલ્યાણ યોજનાઓની પણ નોંધ જદુનિયાના દેશો લઇ રહ્યા છે. અમીર અને ગરીબ વચ્ચે આશ્ચર્યજનક રીતે નહીંવત અંતર પણ વિશ્વના દેશો માટે પ્રેરણા સમાન છે. ભારત સરકાર માટે પણ આ દેશો મારફતે સિખવા જેવી ઘણી બાબતો રહેલી છે. આ દેશોની સાથે ભારતનો વાર્ષિક કારોબાર ૫૩૦ કરોડ ડોલરની આસપાસનો છે. જ્યારે ભારતમાં આ દેશોનો વાર્ષિક કારોબાર અથવા તો પ્રત્યક્ષ રોકાણનો આંકડો ૨૫૦ કરોડ ડોલરની આસપાસનો છે. બન્ને પક્ષોએ સુરક્ષા, આર્થિક વિકાસ અને જળવાયુ ફેરફારના મોરચે સહકારને વધુ મજબુત કરવાની વાત કરી છે. મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટ અપ ઇન્ડિયા પ્રોત્સાહન મળે તેવા પ્રયાસ હવે યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યા છે. આ તમામ દેશો સાથે ભારતની મિત્રતા વધારે મજબુત થઇ રહી છે. આ બાબત ખુબ સારા સંકેત તરીકે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY