નવરાત્રિમાં વરસાદ બનશે વિલન? દ.પૂર્વ અરબ સાગરમાં ચક્રવાત સર્જાતા છ આૅક્ટોબર બાદ વરસાદની સંભાવના

0
11

ગાંધીનગર,તા.૩
ગુજરાત સહિત દેશભરમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. ત્યારે ફરીથી વરસાદ પડવાના એંધાણ દેખાઇ રહ્યાં છે. દક્ષિણપૂર્વ અરબ સાગરમાં ચક્રવાત સર્જાતા ૬ આૅક્ટોબર પછી દક્ષિણના રાજ્યોમાં વરસાદ પડે તેવી શકયતા છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની શકયતા છે.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે. ત્યારે આ વર્ષે રાજ્યમાં સૌથી ઓછો વરસાદ કચ્છમાં પડ્યો છે. તો બીજીબાજુ ૮મી આૅક્ટોબરના રોજ વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. જા કે હજુ સિસ્ટમ કંઇ દિશામાં જશે તે નક્કી નથી .
ચક્રવાતના ફોર્મેશન પર સતત નજર રાખવામાં આવી રહી છે. અરબ સાગરમાં લો પ્રેશર આગામી ૪૮ કલાક સુધી જળવાઇ રહેશે. ઉલ્લેખનીય છે કે ૧૦મી આૅક્ટોબરના રોજ નવરાત્રિ શરૂ થઇ રહી છે ત્યારે ખેલૈયાઓના રંગમાં ભંગ તો નહીં પડાવાને વરસાદ?
માછીમારોને ૬ અને ૭ આૅક્ટોબરના રોજ દરિયો ના ખેડવાની સલાહ આપવામાં આવી છે. ગુજરાતમાં અત્યારે ઉનાળો હોય તેવી કાળઝાળ ગરમી પડી રહી છે. બીજી આૅક્ટોબરના રોજ અમદાવાદમાં ૩૭.૧ સેÂલ્સયસ તાપમાન નોંધાયું હતું જ્યારે ગાંધીનગરમાં ૩૬.૨ સેલ્સિયસ અને ભૂજમાં સૌથી વધુ ૪૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY