રાજસ્થાન ચૂંટણી- ૨૦૧૮ઃ નકલી મતદાન રોકવા ચૂંટણી પંચની વિશેષ તૈયારી

0
8

જયપુર,તા.૩૦
વિધાનસભા ચૂંટણીમાં નકલી મતદાન રોકવા માટે ચૂંટણી પંચે પૂરતી તૈયારી કરી લીધી છે. ટેન્ડર વોટિંગના વધતા જત આંકડા બાદ આ વખત મતદાન કર્મચારીઓને ચૂંટણી પહેલાં યોજાતી ટ્રેનિંગમાં નકલી મતદાન અંગે પણ વિશેષ માહતગાર કરાઈ રહ્યા છે. સાથે જ લોકોને પણ આ બાબતે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
ચૂંટણી પંચના અધિકારીઓ પોલિંગ બુથ અધિકારી અને મતદાન કર્મચારીઓને ઈવીએમ અને વીવીપેટના સંચાલન માટે આપવામાં આવતી તાલીમમાં નકલી મતદાન રોકવા અંગે પણ વિશેષ માહિતી આપી રહ્યા છે. મતદાન કર્મચારીઓને મતદાન કરાવવાની પ્રક્રિયા, ઉપયોગમાં લેવાતાં પત્રોની માહિતી, ચેલેન્જ વોટ, ટેન્ડર વોટ, પ્રોક્સી વોટ, ટેસ્ટિંગ વોટ, હરીપત્ર મુદ્રા, સ્પેશિયલ ટેગ સહિતની નાની-નાની બાબતોથી વાકેફ કરવામાં આવી રહ્યા છે.
માસ્ટર ટ્રેનર્સ પણ પાર્ટીઓને ટેન્ડર વોટની માહિતી આપી રહ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ જા મતદાર ભૂલથી કે ઈરાદાપૂર્વક વોટ નાખી દે છે તો વાસ્તવિક મતદારને મત આપવાનો અધિકાર મળશે. તેવી સ્થિતિમાં તેણે ઈવીએમના સ્થાને બેલેટ પેપર પર પોતાનો વોટ આપવાનો રહેશે.
ટેન્ડર વોટ એને કહેવાય છે, જેમાં કોઈ અન્ય દ્વારા કરવામાં આવેલા નકલી મતદાન બાદ અસલી મતદાતા તરફથી ફરીથી વોટ નાખવામાં આવે છે. ટેન્ડર વોટની ગણતરી કરાતી નથી, પરંતુ જા કોઈ ઉમેદવાર કોર્ટમાં ચૂંટણી અરજી દાખલ કરે તો આ ટેન્ડર વોટ ગણવામાં આવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY