રાજારીમાં મુસાફરો ભરેલી ગાડી ખીણમાં ખાબકીઃ છ લોકોના મોત

0
54

રાજારી,તા.૩૧
જમ્મૂ-કશ્મીરના રાજારીમાં મુસાફરો ભરેલી એક ગાડી ખીણમાં ખાબકતા છ લોકોનાં મોત થયા છે. શનિવાર રાત્રે ટાટા મેજિક રાજારીથી દરહલ તરફથ જનારા રોડ પર ધાંદકોટથી ૪૦ ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી.
તો આ દુર્ઘટનામાં છ લોકોના મોત જ્યારે એક વ્યકિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હાલ સારવાર હેઠળ છે. ઇજાગ્રસ્તને સારવાર અર્થે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જમ્મૂમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, મુસાફરો ભરેલી આ ગાડી સબ્જી ગામ જઈ રહી હતી.
ત્યારે ચાલકે એક વળાંક પર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ. આ ઘટનાની જાણ સ્થાનિકોને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને બચાવ અભિયાન હાથ ધર્યું. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY