કંપનીનાં નફાનો ભાગ સ્થાનિકો માટે વાપરોઃ બાબા રામદેવને HCનો આદેશ

0
8

દહેરાદૂન,તા.૨૯
એક મહત્વપૂર્ણ આદેશમાં ઉત્તરાખંડ હાઇકોર્ટે બાબા રામદેવ સંચાલિત કંપનીએ આદેશ આપતા કહ્યું કે, કંપનીનાં નફાનો કેટલોક ભાગ સ્થાનિક સમાજ અને લોકોનાં ભલા માટે વાપરો. આ પહેલા ઉત્તરાખંડ બાયોડાયવર્સિટી બોર્ડે આ પ્રકારનો આદેશ આપ્યો હતો પણ દિવ્યા ફાર્મસીએ તેને હાઇકોર્ટમાં પડકાર્યો હતો પણ હાઇકોર્ટે બાયોડાયવર્સિટી બોર્ડનાં આદેશને માન્ય રાખ્યો હતો.
કોર્ટે નોંધ્યુ કે, બાબા રામદેવ સંચાલિત કંપનીનાં ઉત્પાદનોમાં સ્થાનિક રીતે ઉગતા જૈવિક સંશાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. આથી, કોર્ટે આદેશ આપ્યો કે, કંપનીનાં ૪૨૧ કરોડનાં નફામાંથી ૨ કરોડ રૂપિયા સ્થાનિક ખેડૂતો અને જૈવ વિવિધતા જળવાય તે માટે વાપરવામાં આવે. આ પહેલા, બાયોડાવર્સિટી બોર્ડે કંપનીને આદેશ આપ્યો હતો કે, કંપનીનાં નફાનો કેટલોક ભાગ સ્થાનિક ખેડૂતો અને કોમ્યુનિટી માટે વાપરે.
બાયોડાયવર્સિટી એક્ટ આની જાગવાઇ છે. જા કે, બાબા રામદેવની કંપનીએ એવો દાવો કર્યો હતો કે, આવી કોઇ જાગવાઇ બાયોડાયવર્સિટી એક્ટમાં નથી અને તેથી સ્થાનિક લોકો માટે કોઇ પૈસા વાપરવા માટે તે બંધાયેલી નથી.
કોર્ટે તેના ચુકાદામાં નોંધ્યુ કે, યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટીમાં એક સભ્ય છે અને એ હિસાબે ભારતનું એ કર્તવ્ય બને છે કે, આ સંધીની શરતોનું પાલન કરે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY