પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, એલઓસી નજીક બોમ્બ વિસ્ફોટ
રાજારી,તા.૧૬
જમ્મૂ-કાશ્મીર પુલવામામાં સીઆરપીએફના ૨૫૦૦ જવાનોના કાફલાને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલામાં ૪૦ જવાનોની શહીદ થયાની શ્યાહી હજી સુકાઈ પણ નથી ત્યાં અવળચંડા પાકિસ્તાને વધુ એક નાપાક હરકતને અંજામ આપ્યો છે. એલઓસી નજીક વધુ એક બ્લાસ્ટ થયો છે.
જમ્મુ-કાશ્મીરના રાજારીના નૌશેરા સેક્ટરમાં કામચલાઉ વિસ્ફોટક ઉપકરણને ડિફ્યૂઝ કરતી વખતે બ્લાસ્ટ થયો હતો. જેમાં મેજર શહીદ થયા છે. આ એક્સપ્લોઝિવને ઘૂસણખોરોએ એલઓસી નજીક પ્લાન્ટ કર્યુ હતું જેમાં સેનાના એક મેજર શહીદ થયા છે. આમ પુલવામા હુમલાને હજી ૭૨ કલાક જેટલો પણ સમય નથી થયો ત્યારે આતંકીઓએ વધુ એક ઘટનાને અંજામ આપ્યો છે.
અગાઉ ગત ગુરૂવારે બપોરે જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતાં. ભારત આ હુમલાનો વળોતો જવાબ આપવાની તૈયારીઓ કરી રહ્યું છે. દેશમાં હાલ એક પછી એક ઉચ્ચ કક્ષાની બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




