આઈપીએલ-૨૦૧૯ઃ મુંબઈ ઈન્ડિયન્સે ડિ કોકને આરસીબી પાસેથી રૂ.૨.૮ કરોડમાં ખરીદ્યો

0
78

મુંબઈ,તા.૨૦
દક્ષિણ આફ્રિકાનો વિકેટકીપર-ઓપનિંગ બેટ્‌સમેન કિવન્ટન ડિ કોક આઇપીએલ-૨૦૧૯ પહેલાં પોતાની વર્તમાન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)નો સાથ છોડી મુંબઈ ઈન્ડિયન્સ સાથે જાડાઈ ગયો છે. ડિ કોકે આ નિર્ણય નાણાં માટે કર્યો છે. વર્ષ ૨૦૧૮માં આઇપીએલ હરાજીમાં ડિ કોકને આરસીબીએ ૨.૮ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મુંબઈ ટીમે ડિ કોકને એ જ રકમ પર પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
ડિ કોકને ટીમમાં સામેલ કરવા માટે મુંબઈ ઈન્ડિયન્સે મોટો નિર્ણય કરતાં બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાન અને શ્રીલંકાના સ્પિનર અકિલા ધનંજયને આઇપીએલ-૨૦૧૯ પહેલાં ટીમમાંથી રિલીઝ કરી દીધા છે. ૨૦૧૮ના હરાજીમાં મુંબઈએ મુસ્તફિઝુરને ખરીદવા રૂ. ૨.૨ કરોડની મોટી રકમ ખર્ચી નાખી હતી.
જ્યારે અકિલા ધનંજયને ૫૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ૨૦૧૮માં ડિ કોકને આરસીબી તરફથી રમવાની તક મળી એ દરમિયાન તેણે ૧૨૪.૦૭ના સ્ટ્રાઇક રેટથી ૨૦૧ રન બનાવ્યા હતા, જેમાં એક અર્ધસદી સામેલ હતી.
મુંબઈ ઈન્ડિયન્સ પાસે ડિ કોકની પહેલાં બે વિકેટકીપર-ઈશાન કિશન અને આદિત્ય તરે હતા જ. હવે ડિ કોકને ટીમમાં સામેલ કરવો એ મુંબઈની એક ખાસ રણનીતિ હોઈ શકે છે. ૨૦૧૮માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન બહુ જ નિરાશાજનક રહ્યું હતું. ખાસ કરીને ટીમનો ટોપ ઓર્ડર બેટ્‌સમેનો નિષ્ફળ રહ્યા હતા. વિસ્ફોટક ઓપનર ઇવન લૂઇસ પણ ખાસ કોઈ કમાલ કરી શકીયો ન હોતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY