રાજ્યમાં નવી ૧૯ લિકર શોપને મંજૂરી મળી

0
10

ભાવનગર-જુનાગઢ,તા.૨૩
ટુરિઝમ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારની હાઈ પાવર કમિટી દ્વારા પ્રીમિયમ હોટેલોમાં નવી ૧૯ લિકર શોપ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ હોટલોને જાન્યુઆરી ૨૦૧૯નું યોજાનારી વાઈબ્રન્ટ સમિટ પહેલા લાઈસન્સ આપી દેવામાં આવશે. વધુ નવી ૧૯ લિકર શોપ બાદ રાજ્યમાં કુલ લિકર શોપનો આંકડો ૭૭ પર પહોંચી જશે, આ પહેલા ૨૦૧૪માં આ આંકડો તેના ત્રીજા ભાગનો હતો.
રાજ્યના ટુરિઝન સેક્રેટરીના નેતૃત્વવાળી હાઈ-પાવર કમિટીએ ૧૯ નવી લિકર શોપ માટે મંજૂરી આપી દીધી છે અને રાજ્યના ગૃહ મંત્રાલયને હોટલોને લાઈસન્સ આપવા માટે ભલામણ કરી છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી નવી લિકર શોપ માટેની અરજીઓ પેન્ડીગ હતી. છેં કમિટી મીટિંગમાં આ એપ્લિકેશન પર ચર્ચા કરવામાં આવી અને અમુક હોટલોને ખાસ શરતો પર પરમિશન આપવાની સાથે બધી જ હોટલોને પરમિશન આપવાનું નક્કી કરવામાં આવ્યું. હવે દારુબંધી નિર્દેશક અને ગૃહ મંત્રાલય આ નવી હોટલોને લાઈસન્સ આપવા માટે જરુરી કાર્યવાહી કરશે. હોટલોએ વાઈબ્રન્ટ સમિટ પહેલા લાઈસન્સ માટે અરજી કરી છે, જેથી મહેમાનોને સારી સુવિધા આપી શકાય. રાજ્યમાં ૨૦૧૪માં લિકર શોપની સંખ્યા ૨૬ હતી જે ૨૦૧૮માં વધીને ૫૮ થઈ ગઈ હતી.
એપ્રિલ ૨૦૧૪ સુધીમાં અમદાવાદમાં માત્ર ૫ લિકર શોપ હતી. જાન્યુઆરી ૨૦૧૬ સુધીમાં આ આંકડો ૧૬ સુધી પહોંચી ગયો. મહાત્મા ગાંધીના ઐતિહાસિક સાબરમતી આશ્રમના ૫૦૦ મીટરના વિસ્તારમાં જ બે લિકર શોપને મંજૂરી મળી છે. આણંદમાં ૨૦૧૪માં એક લિકર શોપ હતી, મે ૨૦૧૫માં વધુ બે નવી શોપ ખુલી. કચ્છમાં ૨૦૧૪માં સાત લિકર શોપ હતી અને બાદમાં વધુ ૪ નવી શોપને મંજૂરી મળી. ભાવનગર, જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં એક પણ શોપને મંજૂરી મળી નહોતી પરંતુ આ શહેરોમાં હવે ૫ નવી લિકર શોપ છે. રાજકોટ, જામનગર અને ભરુચમાં પણ પાછલા અઢી વર્ષમાં નવા લાઈસન્સ આપવામાં આવ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY