બનાસકાંઠા,તા.૨૩
બટાટાના ભાવમાં ધરખમ ઘટાડો થતાં બટાટાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા એક મહિનામાં બટાટાના ભાવમાં સતત ઘટાડો થવાના કારણે જે વેપારીઓએ મોંઘા ભાવે બટાટા ખરીધ્યા હતા તેવા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં ૩૦ લાખ કરતા પણ વધારે બટાકાની બોરીઓ સ્ટોરેજમાં પડેલી છે. એવા સમયે ભાવમાં ઘટાડો થતાં વેપારીઓને બટાટાનુ વેચાણ કરવુ મુશ્કેલ બની રહ્યું છે. વેપારીઓએ બટાટાની ખરીદી કરી અને ભાવ વધારાની રાહ જાતા હતા પણ એનાથી ઉલટુ ભાવમાં ઘટાડો નોંધાયો છે.
મોટેભાગે ડિસેમ્બર મહિનામાં સ્ટોરેજમાંથી બટાટા ખાલી કરવાના હોય છે. પરંતુ ભાવમાં ઘટાડો થતા વેપારીઓને બટાટા કાઢવામાં મુશ્કેલી પડી રહી છે કેમ કે જા એવુ કરવામાં આવે તે તેમને ભારે નુકશાન ભોગવવો પડી શકે એમ છે. જેના કારણે વેપારીઓની હાલત કફોડી બની છે.
આ સાથે જ માર્કેટમાં હાલ લીલી શાકભાજીમાં પણ વધારો થઈ રહ્યો હોવાથી અને તે સસ્તી પણ હોવાથી બટાટાની માંગમાં ઘટાડો થયો છે. તેથી જે ખેડૂતો બટાટાના ભાવમાં વધારો થવાની રાહ જાઈ રહ્યા હતા તે પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ગયા મહિના સુધી બટાટાની બિલ્ટી ૧૦૦૦ થી ૧૧૦૦ રૂપિયે જતાં વેપારીઓને રાહત થઈ હતી. પરંતુ છેલ્લાં એક માસમાં બટાટાના ભાવ તળીએ બેસી જતા ઘટીને ૫૦૦ થી ૭૦૦ બિલ્ટી થઈ જતા વેપારીઓને પરેશાની વધી છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાંથી દરરોજ ૪૦૦ થી વધુ ટ્રક દ્વારા બટાટા તમિલનાડુ, કર્ણાટક, આંધ્રાપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં સપ્લાય કરવામાં આવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





