રાજધાનીમાં વાહનોનું કલર કોડિંગ ઇંધણથી લઈને ઉંમર સુધીની આપશે જાણકારી

0
26

ન્યુ દિલ્હી,તા.૨૮
દેશની રાજધાની દિલ્હીમાં ચાલી રહેલા વાહનોની હવે સરળતાથી જાણ થઇ શકશે અને એ પણ જાણ થશે કે ગાડી ડીઝલથી ચાલી રહી છે કે પેટ્રોલથી. સરકારની યોજના દરેક કેટેગરીના વિહિકલને કલર કોડ આપવાનો છે. એટલું જ નહીં સરકારની યોજના વાહનોના રજિસ્ટ્રેશન વર્ષને પણ આગળના વિન્ડશિલ્ડ પર લગાવવાની છે. તેનાથી એજન્સીઓને સરળતાથી જાણ થશે કે આ વાહનને દિલ્હીમાં ચાલવાની અનુમતિ છે કે નહીં.
થોડા દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટ તરફથી દિલ્હીના પ્રદૂષણને લઇને સુનાવણી કરતાં સલાહ અપાઇ હતી કે વાહનો પર સ્ટીકર લગાવવાં જાઇએ કે નહીં? તે સ્ટીકરોમાં એવું લખેલું હોવું જાઇએ કે વાહન ડીઝલ, ઇલેક્ટ્રિક, હાઇડ્રોજન, હાઇબ્રીડ, બીએસ-૪ કે બીએસ-પ હશે. ઓથોરિટીનું કહેવું છે કે એવા તમામ રિપોર્ટ છે જેમાં દિલ્હીમાં પ્રતિબંધિત વાહનોનાં દોડવાની વાત કહેવાઇ છે.
દિલ્હીમાં હાલમાં દસ વર્ષ જૂની ડીઝલ ગાડી અને ૧પ વર્ષથી જૂની પેટ્રોલની ગાડી ચલાવવા પર પ્રતિબંધ છે. કોર્ટના આદેશના કારણે એવી ગાડીઓનાં રજિસ્ટ્રેશનને રિન્યુ કરવાની પ્રક્રિયા પર જ પ્રતિબંધ મૂકી દેવાયો છે. સૂત્રોનું કહેવું છે કે આ આદેશ બાદ પણ ઓથોરિટી માટે એ વાહનોની ઓળખ કરવી મુશ્કેલ બની રહી હતી. જે પોતાના નિશ્ચિત આયુષ્ય બાદ પણ દિલ્હીના રસ્તાઓ પર ફરે છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY