રાજસ્થાનમાં આન્નદદાયી શનિવારે કરાવાશે બેગ વગર ‘ભાર વગરનું ભણતર’

0
10

જયપુર,તા.૧૦
રાજસ્થાન સરકારે મહિનાના બીજા અને ચોથા શનિવારને વિદ્યાર્થીઓ માટે ‘આનંદદાયી શનિવાર’ની શરૂઆત કરી છે.
રાજસ્થાન સરકારે મહિનાના બીજા અને ચોથા શનિવારને વિદ્યાર્થીઓ માટે ‘આનંદદાયી શનિવાર’ની શરૂવાત કરી છે. જેમાં સરકારી સ્કૂલોના બાળકોને તે બે દિવસોમાં ક્રિએટીવ અને અલગ રીતનું ભણાવવામાં આવશે. આ બંન્ને દિવસોમાં બાળકોને સ્કૂલ બેલ લાવવાની જરૂર નહીં પડે. જેનાથી બાળકોને ઘણી ખુશી મળશે. રાજસ્થઆન સરકારનું માનવું છે કે વિદ્યાર્થીઓ માટે જ્ઞાનાત્મક, ભાવનાત્મક અને ક્રિયાત્મક ત્રણેવના વિકાસની જરૂર છે. આમાં કોઇ એક પક્ષની ઉપેક્ષા કરીએ તો બધાને નુકસાન થાય છે. આને ધ્યાનમાં રાખતા સરકારે સ્કૂલોમાં દરેક મહિનાના બીજા અને ચોથા શનિવારને આન્દદાયી શનિવાર તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે.
આ બંન્ને શનિવારે બાળકોને બેગ મુક્ત કરવામાં આવશે જેથી તેઓ આ સમય મસ્તી કરીને ગુજારશે. લંચ પછી બાળકોને અનેક પ્રકારની ક્રિએટીવ કરતા શીખવશે. આ નવી વસ્તુઓ શીખીને તેઓ ઘણાં ઉત્સાહિત પણ બનશે. પહેલા ધોરણથી લઇને ૧૨માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓને આ શીખવવામાં આવશે.
સરકારી સૂત્રો પ્રમાણે આ બંન્ને દિવસે સ્કૂલોમાં બાળકોને અનેક પ્રકારની એક્ટિવીટી જેવા કે વાદ-વિવાદ, કવિતા, પાઠ, વાર્તા કહેવી, પઝલસ સાઇન્ટિફીક મેજીક બતાવવા વગેરે વગેરે. આ બધી એક્ટિવીટીઝનો હેતુ બાળકોના મગજનો સર્વાંગી વિકાસ કરવાનો છે. બાળકોની સર્જનાત્મકતા વિકસાવવાની છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY