‘ક્રીશ-૪’માં કૃતિ સેનોન હોવાના એંધાણ

0
14

મુંબઈ,તા.૩૧
ભારતીય સુપરહીરો ટાઇપની કહેવાય એવી રાકેશ રોશનની ક્રીશ સિરિઝની ચોથી કડી માટે પોતાને તક આપવાની વિનંતી કરવા અભિનેત્રી કૃતિ સનોને ફરી એકવાર ફિલ્મ સર્જક રાકેશ રોશનની આૅફિસની મુલાકાત લીધી હોવાની જાણકારી મળી હતી.
અત્યાર અગાઉની માહિતી મુજબ આ ફિલ્મ માટે રાકેશ રોશનના મનમાં બે નામો હતાં-પ્રિયંકા ચોપરા અને કેટરિના કૈફ. પ્રિયંકા તો ક્રીશની બીજી કડીમાં ચમકી પણ ચૂકી છે એટલે એને આ ફિલ્મ વિશે પૂરતી માહિતી હોવા ઉપરાંત રોશન પરિવાર સાથે એનો સારો મનમેળ છે.
છેલ્લાં છ સપ્તાહમાં કૃતિએ બીજી વાર રાકેશ રોશનની આૅફિસની મુલાકાત લીધી હતી. રોશન પરિવારના પ્રવક્તાએ આ સમાચારને સમર્થન આપ્યું હતું અને કહ્યુ હતું કે રાકેશજીએ હજુ કોઇ નિર્ણય લીધો નથી.પોતાને તક આપવાની વિનંતી કરવાનો દરેક કલાકારને અધિકાર છે.
અગાઉ રાકેશ રોશને પત્રકારો સાથેની વાતચીત દરમિયાન એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે ક્રીશની ચોથી કડી પ્રિયંકા કરે તો અમને આનંદ થશે. બાકી જેને મારી મુલાકાત લેવી હોય તેને હું આવકારું છું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY