ભરૂચ જિલ્લા ના રાજપારડી પીએસઆઈ સરવૈયા ના નવતર પ્રયોગ થી કિશોર વાહનચોર માસ્ટર કી સાથે ઝડપાયો

0
200

વેશપલટો કરી મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના છોટી ઉતાવલી ગામેથી ચોરીએ ગયેલ મોટરસાઇકલ માસ્ટર કી સહિત કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ડીટેઇન કરતી રાજપારડી પોલીસ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સંદીપભાઈ સહેબ નાઓએ મિલકત સંબંધી ચોરીના ગુના અટકાવવા તેમજ બનેલ ગુનાના નિવારણ કરવા તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ હસ્તગત કરવા સારુ સૂચના કરતા અંકલેશ્વર ડિવિઝન ડી.વાય.એસ.પી. શ્રી લગધિરસિંહ ઝાલા સાહેબ નાઓએ જરૂરી માર્ગદર્શન આપતા રાજપારડી પો.સ.ઇ પી.સી.સરવૈયા નાઓએ રાજપારડી પો. સ્ટે ફસ્ટ્ ગુ.રજી.નં ૦૮/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯ વિ. મુજબના કામના ફરિયાદી શ્રી નવીનકુમાર ઈશ્વરભાઈ બૈરાગી ,રહે – હાલ- રાધિકા સોસાયટી મ.નં-૮ રાજપારડી તા- ઝઘડિયા જી- ભરૂચ નાઓની હિરો હોન્ડા સ્પેલન્ડર પ્રો. મોટરસાયકલ નંબર – GJ- 16- BF- 1141 ની કોઈ ચોર ઈસમ ગઈ તારીખ ૧૯/૦૨/૨૦૧૮ નાં રોજ રાજપારડી ખાતે આવેલ સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા ખાતેથી રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં ફરિયાદી ચોરી કરી લઈ ગયેલ વિ. મતલબની તપાસ સંભાળી ટેકનીકલ સર્વેલન્સ તથા સીસીટીવી ફૂટેજ ચકાસી મળેલ માહિતી આધારે તારીખ -૦૬/૦૩/૨૦૧૮ ના રોજ પો.સ.ઇ. પી.સી.સરવૈયા નાઓ સાથેના હે.કો.નિકુલભાઈ મહેન્દ્રભાઈ તથા પો.કો.વિક્રમભાઈ રમેશભાઈ તથા પો.કો. તનવીર મહમદફારૂક નાઓની ટીમે ગામ- છોટી ઉતાવલી , તા.સોંદવા જિલ્લો.અલીરાજપુર મધ્યપ્રદેશ .ખાતે વેશપલ્ટો કરી તપાસ માં જઈ ચોરિએ ગયેલ મો.સા. ની વોચ તપાસમાં રહી ચોરીએ ગયેલ મોટરસાઇકલ માસ્ટર કી સહિતનો મુદ્દામાલ હસ્તગત કરેલ છે. તથા આ કામે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ડિટેઇન કરી જુવેનાઇલ એકટ – ૨૦૧૫ મુજબની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રિપોર્ટર અંકિતા પાટણવાડીયા

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY