ધોરાજી, જેતપુર અને લોધીકાની એજન્સી બ્લેકલિસ્ટમાં મુકાઈ
રાજકોટ,તા.૪
કલેક્ટર કચેરીમાં છેલ્લા ૩ મહિનાથી આધાકરકાર્ડની કામગીરી અચાનક બંધ કરી દેવામાં આવી છે. સ્થાનિક કક્ષાએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં ગાંધીનગર ખાતે ફરિયાદ કરવામાં આવી હતી. જેથી વહિવટી વિભાગે નોટિસ ફટકારી છે. આ સાથે જ આધારની કામગીરી તાત્કાલિક શરૂ કરવા સૂચના આપી છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી અને તેના તાબા હેઠળની મામલતદાર કચેરીઓમાં આધાર કાર્ડની કામગીરી કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લા ૩ મહિનાથી એકાએક કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. જેથી આ સમગ્ર મુદ્દે ગાંધીનગર ખાતે ફરિયાદ કરાતાં ગુજરાત સરકારના જનરલ એડમિનિસ્ટ્રેટીવ ડિપાર્ટમેન્ટે રાજકોટ જિલ્લા કલેકટર તંત્રને નોટિસ પાઠવી તાત્કાલિક આધાર કેન્દ્ર શરૂ કરવા સૂચના આપી છે. રાજકોટ ખાતે નવી કલેક્ટર કચેરીમાં અને ત્રણ મામલતદાર કચેરીમાં આધાર કેન્દ્ર શરૂ કરવા સૂચના આપી છે. આ મુદ્દે અગાઉ નવેમ્બર માસમાં પણ કલેક્ટર તંત્રને તાકિદ કરી હતી. પરંતુ તેનું કોઈ નિરાકરણ ન આવતાં ગુજરાત સરકારે હવે આ કામ તાત્કાલિક શરૂ કરવા સૂચના આપી છે. આ સાથે જ ધોરાજી, જેતપુર અને લોધીકાની એજન્સીઓને બ્લેક લિસ્ટમા મુકવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




