રાજકોટ,તા.૧૧
તહેવારો નજીક આવી રહ્યા હોઈ સામાન્ય રીતે લોકો હોટલ અને રેસ્ટોરન્ટમાં જમવા જવાનો આગ્રહ રાખતા હોય છે. ત્યારે મનપાના આરોગ્ય વિભાગે શહેરની જુદી-જુદી ૬ નામાંકિત હોટેલ અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા હતા. જેમાં કેટલીક જગ્યાએ તો મેંદાના લોટમાંથી ધનેડા નીકળી આવ્યા હતા. જેને પગલે આ દરોડા દરમિયાન કુલ ૭૫૮ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. અને આરોગ્ય વિભાગે તમામ ૬ વેપારીઓને નોટિસ પણ ફટકારી હતી.
આ દરોડા દરમિયાન લાપીનોઝ પીઝામાંથી ૯૩ કિલો, સેન્ટોસા મલ્ટી રેસ્ટોરન્ટમાંથી ૧૩૮ કિલો, પ્લેટિનમ હોટલમાંથી ૧૪૪ કિલો, પીઝા કેસલમાંથી ૧૧૦ કિલો, સહિત સ્મિત કિચનમાંથી પણ ૧૯૮ કિલો અખાદ્ય ચીજ વસ્તુઓ મળી આવી હતી. આ તમામ ચીજ વસ્તુઓનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકોને આરોગ્યના વિવિધ ધારા-ધોરણોનું પાલન નહીં કરવા માટે નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





