રાજકોટ,તા.૭
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો ગુરૂવારથી પ્રારંભ થયો છે. ત્યારે રાજકોટ કલેક્ટર રાહુલ ગુપ્તાએ બોર્ડના પરીક્ષાર્થીઓને ગુલાબનું ફૂલ આપી બેસ્ટ ઓફ લક કહ્યું હતું અને શુભકામના પાઠવી હતી.. મહત્વનું છે કે જિલ્લાના કુલ ૩૫૭ બિલ્ડિંગના ૩૩૬૮ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
બાળકોના માનસ પર ગેમ રમવાને કારણે થતી ખરાબ અસરને ધ્યાનમાં રાખીને રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે નિવેદન આપતા કહ્યું કે પબજી ગેમ રમતા જો કોઈ પકડાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પબજી ગેમ પર ૯ માર્ચથી ૪ એપ્રિલ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



