હરિયાણામાં ૬૦૦૦ મતદારો ૧૦૦ વર્ષથી ઉપરના : ૯૦ હજાર મતદારો ૯૦ થી ૯૯ વર્ષના

0
7

રોહતક,તા.૭
હરીયાણામાં આ વર્ષે લોકસભાની સાથે જ વિધાનસભાની ચૂંટણી પણ થવાની છે. બન્ને ચૂંટણીની તૈયારીઓ જારશોરથી થઈ રહી છે. મતદારયાદી તૈયાર થઈ ગઈ છે. ચૂંટણી માટે તૈયાર થયેલી મતદારયાદીમાં ૫૯૧૦ મતદારો ૧૦૦ વર્ષથી ઉપરના છે. ૧૦૦ વર્ષ પુરા કરનાર મતદારો ફરી એક વખત લોકતંત્રને મજબુત કરવા પોતાનું યોગદાન આપશે. આ સિવાય ૯૦ હજાર મતદારોની ઉંમર ૯૦ થી ૯૯ વર્ષની છે.
મતદાર યાદી જાઈએ તો રાજ્યના કરનાલ જિલ્લામાં ૧૦૦ વર્ષથી વધુના સૌથી વધુ મતદારો છે. કુલ ૫૯૧૦માંથી ૫૫૩ કરનાલમા છે, તો સૌથી ઓછી આવી સંખ્યા પંચકુલામાં છે. ત્યાં ૧૧૧ મતદારો ૧૦૦ વર્ષથી ઉપરના છે.
મતદાર યાદી તપાસીએ તો આમાથી ૮૯૭૧૧ મતદારો એવા છે જેમની ઉંમર ૯૦ થી ૯૯ વર્ષની છે. આવી ઉંમરવાળા સૌથી વધુ મતદારો ભીવાનીમા છે. ત્યાં ૭૯૪૬ મતદારોની ઉંમર ૯૦ થી ૯૯ વર્ષની છે. જ્યારે પંચકુલામા ૧૪૩૬ છે. રાજ્યમાં આ વખતે ૩.૬૮ નવા મતદારો નોંધાયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY