સીઆરપીએફ હવે કાશ્મીરમાં પોતાનો વિદેશી સિપાહી તૈનાત કરશે

0
7

શ્રીનગર,તા.૧૬
સીઆરપીએફ પર થયેલા આતંકવાદી હુમલામાં વિસ્ફોટકોનો ઉપયોગ તયા બાદ હવે એવુ કહેવાઈ રહ્યુ છે કે સીઆરપીએફ બહુ જલ્દી પોતાના વિદેશી સિપાહીને કાશ્મીરમાં તૈનાત કરશે.
આ વિદેશી સિપાઈ આઈઈડી અને આરડીએક્સ જેવા વિસ્ફોટકોનો એક્સપર્ટ છે અને ભવિષ્યમાં આવા હુમલા નિષ્ફળ બનાવવા માટે તેનો ઉપયોગ કરવા વિચારણા થઈ રહી છે.
આ સિપાહી બીજુ કોઈ નહી બેલ્જિયમનો કૂતરો વાકોસ છે.બેંગ્લોરના ટ્રેનિંગ સેન્ટરમાં વાકોસ પ્રજાતિના ડોગ્સને ટ્રેન કરવામાં આવે છે.જે વિસ્ફોટકોને સુંઘીને ઓળખી કાઢવામાં માહેર છે.
વાકોસનો ઉપયોગ સીઆરપીએફ સુકમા, બીજાપુર, મહારાષ્ટ્રના નકસ્સલી વિસ્તારોમા કરી રહ્યુ છે.નક્સલવાદીઓ પણ તેના કારણે પરેશાન છે.કારણકે તે અત્યાર સુધીમાં ૨૦૦ જેટલા હુમલાના પ્રયાસો નાકામ કરી ચુક્વ્યો છે.આ શ્વાન મૂળે બેલ્જિયમનો છે અને તેન બેલ્જિયમ શેફર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે.
હાલમાં ૩૫૮ વાકોસ દેશભરમાં સીઆરપીએફ સાથે કામ કરી રહ્યા છે.બીજા ૨૫૩ વાકોસ બેંગ્લોરમાં તાલીમ લઈ રહ્યા છે.જ્યાં તેમને આકરી મહેનત કરાવાય છે.ટ્રેનિગં પુરી થયા બાદ તે સીઆરપીએફના જવાનો સાથે જંગલમાં પણ પેટ્રોલિંગ કરે છે અને પોતાની સુંઘવાની તાકાત વડે વિસ્ફોટકો શોધી કાઢે છે.
આ કૂતરાઓની વય ૧૦ થી ૧૪ વર્ષની હોય છે.નર શ્વાનનુ વજન ૨૫ થી ૩૦ કીલો અને માદા શ્વાનનુ વજન ૨૦ થી ૨૫ કિલો હોય છે.આ કૂતરાની કાબેલિયત જાઈને સંખ્યાબંધ રાજ્યોની પોલીસ તેનો ઉપયોગ કરવા માટે વિચારી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY