રાજકોટમાં બે દિવસમાં સ્વાઈન ફ્લૂથી ત્રણના મોત

0
24

રાજકોટ,તા.૧૩
રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી બે દિવસમાં ૩ના મોતના અહેવાલ નોંધાયા છે. ગઇકાલે જામનગરની વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. તો શનિવારે સૌરાષ્ટ્રના કેશોદમાં વૃદ્ધનું અને ચોરવાડની મહિલાનું મોતના અહેવાલ મળી રહ્યા છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી મોતનો આંકડો ૨૨ થયો છે.
રાજકોટની ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં ૯૯ વ્યકિત ઓનો સ્વાઇન ફ્લૂ પોઝિટીવ આવ્યો છે. રાજકોટના આજીડેમ ચોકડી વિસ્તારના ભારતનગરમાં રહેતા ૫૫ વર્ષના મહિલાના સેમ્પલ લેવાતા તેમનો રિપોર્ટ પણ સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવ્યો છે. આ સાથે રાજકોટમાં માત્ર ૪૨ દિવસમાં દાખલ થયેલા દર્દીઓ પૈકી સ્વાઈન ફ્લૂનો આંક ૯૯ સુધી પહોંચી ગયો છે અને તેમાંથી ૨૨નાં મોત નીપજ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY