ન્યુ દિલ્હી,તા.૨૯
બેન્કોની વસૂલાત આકરી બનાવતા ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC)ની અસરથી ઉત્સાહિત સરકારને આશા છે કે બેડ લોનની રિકવરી ચાલુ વર્ષે નક્કી કરેલા ૧.૮૦ લાખ કરોડ રૂપિયા કરતાં વધારે થશે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બેન્કોની વસૂલાત ૩૬,૫૫૧ કરોડ રૂપિયા થઈ હતી. ગત સમગ્ર વર્ષ ૨૦૧૭-૧૮માં બેન્કોએ ૭૪,૫૬૨ કરોડ રૂપિયાની વસૂલાત કરી હતી.
નાણા મંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું કે કેટલાક મોટા એકાઉન્ટમાં ઉકેલની પ્રક્રિયા ચાલી રહી છે અને કેટલાક અન્ય એકાઉન્ટ આઈબીસી હેઠળ રેઝોલ્યુસન માટે પાઈપલાઈનમાં છે. એસ્સાર સ્ટીલ અને ભૂષણ સ્ટીલના રેઝોલ્યુશનનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે ચાલુ વર્ષે રિકવરી ૧.૮૦ લાખ કરોડ રૂપિયાના ટર્નઓવર કરતાં વધારે થશે. બેન્કોને ૧૨ એનપીએ કેસમાં ઉકેલ આવી જવાથી જ એક લાખ કરોડ રૂપિયા મળી જશે તેવો અંદાજ છે.
એસ્સારના કિસ્સામાં ધિરાણદારો-બેન્કોને ૮૬ ટકા રકમ પરત મળી જશે તેવો અંદાજ છે. એસ્સારને આર્સેલર મિત્તલે ૫૦,૦૦૦ કરોડ રૂપિયામાં આઈબીસી અંતર્ગત હસ્તગત કરવા માટે સંમતિ દાખવી હતી. એ જ રીતે ભૂષણ પાવર એસ્ટીલમાં જેએસડબ્લ્યુ સ્ટીલે ૧૧,૦૦૦ કરોડ રૂપિયાની, તાતા સ્ટીલે, ૧૭,૦૦૦ કરોડ રૂપિયાની અને લિબર્ટી હાઉસી ૧૮,૫૦૦ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. અંતે જેએસડબ્લ્યુ સ્ટીલે તેને ૧૯,૭૦૦ કોરડ રૂપિયામાં હસ્તગત કરી લીધી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



