રાજકોટ,તા.૨૨
ગુજરાત સરકાર ગૃહ વિભાગ ગાંધીનગરના ઠરાવ અનુસાર રાજકોટમાં ગેરકાયદે આયાત કરવામાં આવેલા દારૂ પર પોલીસે સોખડા ગામ નજીક બુલડોઝર ફેરવ્યું હતું. ૪૭૦ કેસમાં પકડાયેલા ૩ કરોડ ૩૩ લાખ ૮૬ હજાર ૧૨૦ રૂપિયાની કિંમતનો કુલ ૧ લાખ ૬ હજાર ૩૪૨ નંગ દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો હતો.
ઝોન-૧માં ભક્તિનગર, થોરાળા, આજી અને કુવાડવા પોલીસ સ્ટેશનમાં ૨૨૫ દારૂના કેસમાં ૩૭,૪૨૦ નંગ ઝડપાયા હતા. જેની અંદાજીત કિંમત રૂપિયા ૧ કરોડ ૪ લાખ ૭૩ હજાર ૯૪૦ હતી. જ્યારે ઝોન-૨માં પ્ર.નગર, ગાંધીગ્રામ અને યુનિ. પોલીસ સ્ટેશનમાં ૧૪૩ દારૂના કેસમાં દારૂના ૯૬૬૮ નંગ ઝડપાયા હતા. જેની કિંમત ૨૮ લાખ ૭૦ હજાર ૪૫ રૂપિયા હતી. જ્યારે ક્રાઈમ વિભાગે ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ૧૦૨ કેસમાં ૫૯૨૫૪ નંગ ઝડપી પાડ્યા હતા. જેની કિંમત ૩ કરોડ ૪૨ હજાર ૧૩૫ હતી. આમ કુલ ૩ કરોડ ૩૩ લાખ ૮૬ હજાર ૧૨૦ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા પર પોલીસે બુલડોઝર ફેરવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



