આહીર સમાજની બહેનોએ પીએમને લખ્યા પોસ્ટકાર્ડ, બારડને લઇ ન્યાય આપવા વિંનતી કરી

0
45

તાલાલા,તા.૨૨
કોંગ્રેસના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્ડ કરવાના મામલે હાલ કોંગ્રેસ પાર્ટીમાં જ નહીં, તેમના મતવિસ્તારમાં પણ વ્યાપક રોષ જાવા મળી રહ્યો છે. ભગવાન બારડને લઇને આહીર સમાજની ત્રણેક હજાર બહેનોએ વડાપ્રધાન મોદીને પોસ્ટ્‌કાર્ડ લખી યોગ્ય ન્યાય આપવા વિંનતી કરી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ભાલકા તીર્થ ખાતે દર પુનમે આહીર સમાજ દ્વારા શ્રીસત્યનારાયણની કથાનુ આયોજન થાય છે. ત્યારે આ કથાનું આયોજન થયું હતું.
આ પ્રસંગમાં બહોળી સંખ્યામાં ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહીને પ્રસંગને દીપાવ્યો હતો. અહીં આહીર સમાજની મહિલાઓએ કથા શ્રવણ કરતા કરતા ભગવાન બારડને યોગ્ય ન્યાય માટે વડાપ્રધાન મોદીજીને પોસ્ટકાર્ડ દ્વારા વિનંતીપત્ર લખ્યા હતા.
આહિર સમાજની મહીલાઓએ રાખડીના રૂપમાં આ પોસ્ટ્‌કાર્ડ લખ્યા છે. મહિલાઓએ પીએમને લખેલા પોસ્ટ કાર્ડમાં જણાવ્યું હતું કે, ભગવાન બારડ અમારા વિસ્તારના દરેક સમાજના મસીહાં છે, તેમની સામે કીન્નખોરી રાખીને તેમને ખોટી રીતે સસ્પેંડ કરવામાં આવ્યા છે. તમે અમારી વિનંતી સાંભળી કોઇ દખલગીરી કરો, સાથે તેમનું સસ્પેંસન તાત્કાલિક રદ્દ કરી યોગ્ય ન્યાય આપવા વિનંતી કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY