રૂ. ૪૮ કરોડના વેરા વધારા સાથે રૂ. ૫૫૯૯ કરોડનું ડ્રાફટ બજેટ

0
30

મ્યુનિ. કમિશનર થેન્નારસને વર્ષ ૨૦૧૯-૨૦નું ડ્રાફટ બજેટ રજૂ કર્યું : નવા કોઈ પ્રોજેક્ટનો બજેટમાં સમાવેશ કરાયો નથી
સુરત, તા. ૪
આજે સુરત મહાનગરપાલિકાના કમિ. એમ. થેન્નારસને રજૂ કરેલા નાણાંકીય વર્ષે ૨૦૧૯-૨૦૨૦નું ડ્રાફટ બજેટ રૂ. ૫૫૯૯ કરોડનું જહેર કર્યુ હતું. અખબાર નવેસો સાથે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મનપા કમિ. એમ. થેન્નારસને સામાન્યવેરો, યુઝર્સ ચાર્જીસ, વાહન વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હોવાનું જણાવ્યું હતું.
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને ગત વર્ષે વેરા વધારાને કારણે કોîગ્રેસ પક્ષના આકરા આંદોલનને કારણે વેરો વધારો પાછો ખેચવાની ફરજ પડી હતી. જેને ધ્યાનમાં રાખીને આ વખતે સુરત મહાનગરપાલિકા કમિ. એમ. થેન્નારસને આજે રજૂ કરેલા નવા વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માટેના ડ્રાફટ બજેટમાં અપેક્ષા મુજબ આકરા કર વેરા, યુઝર્સ ચાર્જમાં વધારો કર્યો ન હતો. માત્ર સામાન્ય વેરામાં ૧૯ કરોડ અને યુઝર્સ ચાર્જીસમાં રૂ.ï ૨૯ કરોડનો આંશિક વધારોક રીને સુરતની પ્રજાને રાહત આપી હતી.
સુરત મહાનગરપાલિકાનું આગામી નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે આજે કમિશનર એમ. થેન્નારસનï દ્વારા ૫૫૯૯ કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કયુ* હતું. આગામી બજેટમાં ૧૯ કરોડનો સામાન્ય વેરા તેમજ ૨૯ કરોડના યુઝ ચાર્જીસ સહિત ૪૮ કરોડનો સામાન્ય સિસ્ટમ પ્રમાણે વેરા વધારો અંદાજવામાં આવ્યો છે.
મનપા કમિશનરે પત્રારોને ડ્રાફટ બજેટ અને સુધારેલ બજેટ અંગે વિસ્તૃત માહિતી મીડિયાને આપતા જણાવ્યું હતું કે, શહેર કન્ટેનર ફ્રી થયું છે. ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન બેસ્ટ અબૃન ટ્રાન્સપોર્ટેશનનું સિસ્ટમની અમલવારી, સ્માર્ટસિટી પ્રોજેક્ટની શરૂ થઇ છે. ફાસ્ટેટ ગ્રોઈંગ સિટીનો એવોર્ડ સુરત મહાનગરપાલિકાને મળ્યો તે અભિનંદન પાત્ર છે.
આગામી નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે બજેટનું કદ ૫૫૯૯ કરોડ રાખવામાં આવ્યું છે.ï જેમાં ૨૫૧૫ કરોડનું બજેટ કેપિટલ ખર્ચ માટે આંકવામાં આવ્યું છે. આઉટકમ બજેટ માટે ૧૬૬૬ કરોડના ૩૯૩ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રેવેન્યુ આવક ૨૯૩૯ કરોડની સામે રેવેન્યુ ખર્ચ ૩૦૮૪ કરોડનો રહેશે. આગામી બજેટમાં કર્મચારીઓનો પગાર પેન્શન અને નિવૃત્તિના લાભો માટે ૧૬૦૯ કરોડનો ખર્ચ થશે.
ચાલુ નાણંકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે પાલિકાને જકતની અવેજમાં સરકાર તરફથી ૭૯૫ કરોડની આવક મળી હતી જે આગામી વર્ષે ૨૦૧૯-૨૦ માટે પણ ૭૯૫ કરોડની ગ્રાન્ટ મળશે. ચાલુ નાણાંકીય વર્ષમાં ૩૮૩ કરોડનો સામાન્ય વેરો છે જે આગામી વર્ષમાં ૪૦૨ કરોડનો થશે. આમ વેરામાં ૧૯ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે પાલિકા ૬૦૫ કરોડના યુઝર ચાર્જીસની સામે ૬૩૪ કરોડનો યુઝર ચાર્જીસ રહેશે. આમ યુઝ ચાર્જીસમાં ૨૯ કરોડનો વધારો થયો છે વેરો અને યુઝર ચાર્જીસ મળી કુલ્લે ૪૮ કરોડનો વધારો ઝીંકવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY