પાક.પીએમના કાશ્મીર નિવેદન બાદ ભારતનો પલટવાર પાકિસ્તાન પોતાના આંતરિક મામલાઓમાં ધ્યાન રાખે : ભારત

0
51

ન્યુ દિલ્હી,તા.૨૩
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ ટ્વિટ કર્યું છે. ઈમરાન ખાનના ટ્વિટનો ભારત દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન દ્વારા તેમના ટ્વિટમાં કરવામાં આવેલી ટીપ્પણીઓ બેહદ ખેદજનક છે. તેમણે કહ્યું છેક ભારતના આંતરીક મામલાઓ પર ટીપ્પણી કરવાના સ્થાને પાકિસ્તાને પોતાના મામલાઓને ધ્યાનમાં રાખવા જાઈએ.
ભારતે કહ્યું છે કે પાકિસ્તાન તેના ભારત સહીતના અન્ય પાડોશીઓ વિરુદ્ધ આતંકવાદીઓ તથા આતંકવાદી ગતિવિધિઓનું સમર્થન કરવાના સ્થાને આતંકવાદ અને આતંકી માળખા વિરુદ્ધ વિશ્વસનીય કાર્યવાહી કરીને સમગ્ર ક્ષેત્રના લોકોના હિતોની સેવા કરે. આતંકવાદ અને હિંસાને સમર્થન આપીને વાતચીત પર પાકિસ્તાનનું છેતરપિંડીવાળું વલણ આખી દુનિયાની સામે ઉજાગર થઈ ગયું છે. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે ભારતીય સુરક્ષાદળો દ્વારા નિર્દોષ કાશ્મીરઓની હત્યાના નવા ચક્રની તેઓ આકરી નિંદા કરે છે.
સમય આવી ગયો છે કે ભારત એ સમજે કે તેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો પ્રસ્તાવ અને કાશ્મીરી લોકોની ઈચ્છા પ્રમાણે કાશ્મીર મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલવા માટે આગળ વધવું જાઈએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY