‘દિવ્યાંગ મતદાન જાગૃતિ રેલી’માં ૪૫૦થી વધુ દિવ્યાંગોને વોટ અપીલ

0
7

રાજકોટ,તા.૧૭
રાજકોટ શહેરમાં ૪૫૦થી વધુ દિવ્યાંગોએ ‘દિવ્યાંગ મતદાન જાગૃતિ રેલી’ના માધ્યમથી શહેરીજનોને અચૂક મતદાન કરવાનો સંદેશો પાઠવ્યો હતો. જિલ્લા વહિવટી દ્વારા આયોજીત આ રેલી સવારે ૯ વાગ્યે કિસાનપરા ચોકથી શરૂ થઈ હતી. આ રેલીમાં ઢોલ, મંજીરા, ખંજરી, નગારા, અને વાજિંત્રોના તાલ સાથે વિવિધ સંસ્થાઓના દિવ્યાંગો આ રેલીમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. શહેરીજનોએ મતદાન કરવાની ખાત્રી આપી આ દિવ્યાંગોને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું. આ રેલીના સમાપન સ્થળે ઈલેક્શન કમિશનના પ્રતીકના આકારમાં આ દિવ્યાંગો ગોઠવાયા હતા.
લોકસભાની ચૂંટણી દરમિયાન ફરજ બજાવનારા પોલીસકર્મીઓ મતદાન કરી રહ્યા છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે મતદાન કર્યું હતું. તેમજ અધિકારીઓને કર્મચારીઓ પોલીસ હેડ ક્વાર્ટર તાલીમ ભવન ખાતે પોતાનો પવિત્ર મત આપી રહ્યાં છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓએ મતદાન કર્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY