રાજકોટમાં ૪૪ લાખના હેરોઈન સાથે બેની ધરપકડ

0
19

ગોંડલ,તા.૧૭
રાજકોટના ગોંડલ પાસેના સડક પીપળિયા ગામની સીમમાં દરગાહની બાજુમાંથી બે શખસોને રાજકોટ રૂલર એસઓજીએ ૪૪ લાખના હેરોઇનના જથ્થા સાથે ઝડપી લઇ પૂછપરછ શરૂ કરી છે. રાજકોટના જંગલેશ્વરમાં રહેતા કોળી શખસ અને મુસ્લિમ શખસ પાસેથી ૪૩૯.૮૭૦ ગ્રામ હેરોઇન કબજે કરવામાં આવ્યું છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ.૪૩.૯૮ લાખ હોવાનું જાણવા મળ્યું છે. આ જથ્થો કયાંથીં કોની પાસેથીં લાવવામાં આવ્યો અને કોને કોને સપ્લાય કરવામાં આવ્યો તે અંગે પોલીસે વિશેષ તપાસ શરૂ કરી છે.
રાજકોટ શહેરના જંગલેશ્વર પાસેથી તાજેતરમાં રાજકોટ શહેર પોલીસે મોટા પ્રમાણમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડયો હતો. રાજકોટ શહેર ઉપરાંત જિલ્લામાં પણ માદક પદાર્થોનું વેચાણ થતું હોવાની માહિતી રાજકોટ રૂલર પોલીસ એસઓજીને મળી હતી. જેના આધારે રૂરલ એસઓજીના પીઆઇ એમ.એન.રાણા અને તેમની ટીમે વોચ ગોઠવી હતી.
ગોંડલ નજીક સડક પીપળિયા ગામની સીમમાં આવેલ હઝરત ગેબનશા બાવાની દરગાહ પાસે બે શખસો માદક પદાર્થ હેરોઇન વેચતા હોઇ મોડી રાત્રે પોલીસે દરોડો પાડી રાજકોટના જંગલેશ્વરમાં રહેતાં ઇમ્તીયાઝ અબ્દુલ ડોઢિયા (ઉ.વ.૨૩) અને મહેશ કરશન ઉર્ફે ઉકા ભોજવીયા (ઉ.વ.૨૫) નામના કોળી શખસની ધરપકડ કરી હતી. આ બન્ને પાસેથી ૪૩૯.૮૭૦ ગ્રામ હેરોઇન જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ.૪૩,૯૮,૭૦૦ થાય છે. તેમજ મોટરસાઇકલ કબજે કરવામાં આવ્યું છે. આ બન્ને શખસો છેલ્લા ઘણા સમયથી માદક પદાર્થ હેરોઇનનો વેપાર કરતાં હતાં. આ બન્ને શખસો પાસેથી કોણે કોણે આ જથ્થો ખરીદયો તેમજ બન્ને શખસો ક્યાંથી અને કોની પાસેથીં આ માદક પદાર્થ વેચાણ માટે લઇ આવ્યા તે સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.
રાજકોટ રૂલર એસઓજીના પીઆઇ એમ.એન.રાણા સાથે પીએસઆઇ વાય.બી.રાણા તથા સ્ટાફના વિજયભાઇ, ઉપેન્દ્રસિંહ, જયવીરસિંહ, અતુલભાઇ ડાભી, સંજયભાઇ નીરંજની, દીનેશભાઇ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY