મારી ચૂંટણી લડવાની વાતો માત્ર અફવાઃ માધુરી

0
4

મુંબઈ,તા.૨૯
આગામી લોકસભા ચૂંટણીને લઇને ઘણા બોલીવૂડ સેલેબ્સ રાજકારણમાં એન્ટ્રી કરી રહ્યા છે. તેને લઇને માધુરી દિક્ષિત વિશે પણ ચર્ચાઓ થઈ હતી કે તેઓ ભાજપ માટે લોકસભા ચૂંટણી લડી શકે છે. હવે લોકસભા ચૂંટણી લડવાના પ્રશ્ન પર માધુરી દિક્ષિતે જવાબ આપ્યો છે. માધુરીનું કહેવું છે કે તેઓ કોઈપણ રાજકીય પક્ષ સાથે જાડાયેલી નથી.
એક ઇન્ટરવ્યુમાં માધુરી દિક્ષિતે કહ્યું કે મારા રાજકારણમાં આવવાની વાત અફવા છે. હું કોઈ રાજકીય પક્ષ માટે ચૂંટણી નથી લડી રહી. મેં આ બાબત પર પહેલેથી જ મારો ઇરાદો સાફ કરી દીધો છે. મને લાગે છે કે એક્ટિંગ ક્ષેત્રથી એવા ત્રણ લોકો છે જેના વિશે અફવા ફેલાયેલી છે. મેં આ વિશે પહેલેથી જ પોતાના વિચારો સ્પષ્ટ કરી દીધા છે.
માધુરી દીક્ષિત પહેલા સંજય દત્તને લઇને પણ લોકસભા ચૂંટણી લડવાની ચર્ચા હતી. કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાથી ચૂંટણી લડશે. જેના પછી સંજય દત્તે ટ્‌વીટ કરી જણાવ્યું કે આ વાતો માત્ર અફવા છે. તેમણે લખ્યું હતું કે લોકસભાની ચૂંટણીઓમાં મારા ઊભા રહેવાની ચર્ચાઓ ખોટી છે. હું મારા દેશ સાથે છું અને મારી બહેન પ્રિયા દત્તને સપોર્ટ કરી રહ્યો છું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY