રાજકોટ,તા.૨૦
જામનગર રોડ પર એસઆરપી કેમ્પ સામે વર્ધમાનનગર મહાવીર એવન્યુમાં રહેતાં સોરઠીયા પ્રજાપતિ દંપતીનો સાડાત્રણ વર્ષનો પુત્ર ત્રીજા માળે ફલેટમાં રમતાં-રમતાં બારીમાંથી નીચે પટકાયો હતો. જેમાં ગંભીર ઈજા થતાં મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, મહાવીર એવન્યૂમાં ત્રીજા માળે રહેતા ધીરજભાઈ (ધીરૂભાઈ) મનગભાઈ ફટાણીયાનો પુત્ર પાર્થ (સાડાત્રણ વર્ષ) સવારે મોટા ભાઈ ઓમ સાથે રમતો હતો. આ સમયે તે બારી પાસે જતાં અકસ્માતે નીચે પટકાતાં ગંભીર ઇજા થઇ હતી. આથી તેને તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહીં નિષ્પ્રાણ દેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. લાડકવાયાના મોતથી પિતા ધીરજભાઇ માતા રીટાબેન સહિતના કુટુંબીજનોમાં કલ્પાંત સર્જાયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





