અમરોલી-કોસાડમાં આજે પાણી પુરવઠો નહીં મળે

0
9

સુરત,તા.૨૦
સુરત મ્યુનિ.ના કતારગામ ઝોનના કેટલાક વિસ્તારમા આજરોજ પાણી પુરવઠો નહીં મળે અથવા ઓછા દબાણથી મળશે. પાણીની લાઈનની કામગીરી કરવાની હોવાથી ગઈકાલે પાણી પુરવઠા પર કાપ મુકવામાં આવ્યો.
સુરત મ્યુનિ.ના કતારગામ ઝોનમાં ન્યુ નોર્થ ઝોન કોસાડ વિસ્તારમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામ માટે પાણીની લાઈન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવશે. કોસાડના શ્રી રામ ચોકડીથી બીઆરટીએસ જંકશન સુધી આ લાઈન નાંખવાની કામગીરી થઈ રહી છે. આ લાઈનની કામગીરી કરવાની હોવાથી એક દિવસ માટે પાણી પુરવઠો બંધ કરવો પડે તેવી સ્થિતિ છે.
મ્યુનિ. તંત્રએ જાહેરાત કરી છે કે, આ વાઈનના કારણે ૨૪ કલાક પાણી આપવા માટે જે નેટવર્ક બનાવ્યું છે તેમાં પાણી પુરવઠો મળી શકે તેમ નથી. તેથી આવતીકાલના એક દિવસ માટે પાણી પુરવઠો ઓછા દબાણથી મળશે અથવા નહીં મળે, મ્યુનિ. તંત્રએ જણાવ્યું છે કે, અમરોલી સાયણ મેઈન રોડનો વિસ્તાર, કોસાડ ગામ તળ તથા તેની આસપાસનો વિસ્તાર, કોસાડ રજવાડી પ્લોટ, જુના કોસાડ રોડ, સત્તાધાર ચોકડી તથા આસપાસના વિસ્તારમાં પાણી પુરવઠો નહી મળે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY