ડમ્પિંગ યાર્ડમાં પ્લાન્ટનો શેડ ધરાશાયી થતા રાહદારી દબાયો

0
417

રાજકોટ,તા.૧
રાજકોટની નાકરાવાડી ડમ્પિંગ યાર્ડમાં ચાલી રહેલી સાઇટ પર પાવર પ્લાન્ટનો શેડનો હિસ્સો ધરાશાયી થતા એક રાહદારી દટાયો હતો. આથી સ્થાનિક મજૂરો સહિત પોલીસે તેને બહાર કાઢ્યો હતો અને હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ તેને માથાના ભાગે વાગતા હેમરેજ થતા હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. શૈલેષ વાઘજીભાઇ બહુકીયા તેનું નામ છે અને પત્ની ડમ્પિંગ યાર્ડમાં કચરો વીણવાનું કામ કરે છે. તેને બોલાવવા ગયો હતો અને શેડ તેના પર પડ્યો હતો. શૈલેષ પોતે ખેત મજૂરી કરી રહ્યો છે. ઘટનાને લઇને સાઇટ પરના અન્ય મજૂરોએ તંત્રની બેદરકારીને લઇને સૂત્રોચ્ચાર કર્યા હતા.
નાકરાવાડી ડમ્પિંગ સાઈટમાં આ બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ ૧૦૮ને જાણ કરી હતી પરંતુ સમયસર ન પહોંચતા નાકરાવાડીમાં જ રહેતા વિક્રમભાઈ બચુભાઈ તેની કારમાં શૈલેષને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. શૈલેષ ત્રણ ભાઈ અને એક બેનમાં મોટો અને તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. પોલીસની તપાસમાં નાકરાવાડી ડમ્પિંગ સાઈટમાં તેની પત્ની મજૂરી કામ કરતી હોય અને શૈલેષ નાકરાવાડી પાસે વાડીમાં ખેત મજૂરી કરવા માટે તેની પત્નીને મળવા આવ્યો હતો અને આ બનાવ બન્યો હોવાનું ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY